બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Cadila CMD Rajeev Modi present at Sola Police Station
Last Updated: 10:15 AM, 15 February 2024
ADVERTISEMENT
Cadila Rajiv Modi Case : ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. મહત્વનું છે કે, આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે અહીં બીજા મોટા સમાચાર એ છે કે, આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી. જોકે ફરિયાદી યુવતી નિવેદન આપવા નહિ આવતા હવે અનેક સવાલ ઊભા થયા છે.
વધુ વાંચો: ધો. 10-12ની Board Examને લઇ મોટી અપડેટ, જાણો આ વર્ષે પરિણામ ક્યાં સુધીમાં જાહેર થશે?
ADVERTISEMENT
જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા. જોકે આ બધાની વચ્ચે આજે સવારે અચાનક કેડિલાના CMD રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.