બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Statement of Hasmukh Patel on Talati Exam on 7th May

સ્પષ્ટતા / 'ઉમેદવારોએ પરીક્ષા આપવા....', 7મીએ યોજાનાર તલાટીની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 03:39 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસમુખ પટેલે કહ્યું કે, 4 મેના રોજ જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે તાલીમ કરવામાં આવશે તથા ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરાશે.

  • 7 મેના રોજ તલાટીની પરીક્ષા
  • પરીક્ષા અંગે હસમુખ પટેલનું નિવેદન
  • "8.19 લાખ ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા"


7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે, ત્યારે તલાટીની પરીક્ષાને લઈ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પરીક્ષાની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પરીક્ષાની સમિતિમાં સામેલ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી લેવામાં આવી છે અને આવતીકાલે મુખ્ય સચિવ સાથે બેઠક થવાની છે. 

'7.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા'
હસમુખ પટેલે કહ્યું કે, 4 મેના રોજ જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે તાલીમ કરવામાં આવશે. તથા ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, તલાટીની પરીક્ષા માટે 8.64 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8.19 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. જેથી 7.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા છે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારના પરીક્ષા કેન્દ્ર અંગે પણ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. 

'ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે'
તેમણે કહ્યું કે, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેથી તમામ ઉમેદવારોએ જિલ્લા બહાર પરીક્ષા આપવા જવું પડશે. આ તમામ ઉમેદવારોને રહેવા માટે છાત્રાલયો અને સમાજવાડીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ ગત પરીક્ષામાં ઉમેદવારોને મદદ કરી હતી. જેથી આ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આ વખતે પણ ઉમેદવારને મદદ કરે તેવી અમારી આશા છે

'3.92 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી'
હસમુખ પટેલે જૂનિયર કલાર્કની પરીક્ષાના ઉમેદવારોને 254 રૂપિયા ન મળવાના મુદ્દે જણાવ્યું કે, કુલ 3.92 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે તેમજ 2.86 લાખ ઉમેદવારોએ બેંકની વિગતો ભરી છે અને 2.64 લાખ ઉમેદવારોને નાણા ચૂકવાઈ ગયા છે તેમજ 7763 ઉમેદવારોના નાણા પરત આવ્યા છે જેમા ખાતા બંધ હોઈ શકે તેમણે વધુમાં જણાવ્યું કે,  375 ઉમેદવારો બેંકની વિગતો આપી છે તેની તપાસ ચાલી રહી છે તેમજ એક જ એકાઉન્ટમા એક કરતા વધુ ઉમેદવારોના નામ છે અને 12597 નામોના નાણા વેરીફિકેશન કરી જમા કરીશુ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ