બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Statement of Chief Minister Vijay Rupani regarding rains in Gujarat
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદને લઈ સૌથી વધુ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ શકે છે. ત્યારે રાજ્યમાં વરસાદની અછત વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, પીવાના પાણીને હાલમાં પ્રાથમિકતા આપીશું. આશા રાખીએ કે ભગવાન વરસાદ મોકલશે. મહત્વનું છે કે, તમામ ડેમમાં પાણીની સપાટી ઘટી રહી છે. સૌથી મોટી જળસ્ત્રોત એવી નર્મદા ડેમની સપાટીમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ ચૂકી છે. તો હવામાન વિભાગે વરસાદ લાંબા વિરામ બાદ વરસાદના આગમનને લઈ આગાહી કરી છે. આગામી 30 અને 31 ઓગસ્ટે રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે, રાજ્યમાં હજી 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.
ADVERTISEMENT
વરસાદ ખેંચાતા રાજ્યમાં દુકાળની સંભાવના
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.