બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: '...એટલે કહીશું', CMને મંત્રીમંડળનો સવાલ પૂછતા જ CR પાટીલે આપ્યો ચોંકાવનારો જવાબ

ગાંધીનગર / Video: '...એટલે કહીશું', CMને મંત્રીમંડળનો સવાલ પૂછતા જ CR પાટીલે આપ્યો ચોંકાવનારો જવાબ

Published By: Vishal Khamar

Last Updated: 12:51 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનને મળવા માટે દિલ્હી ગયા હતા. આજે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત આવવા પામ્યો હતો.

ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ મંત્રી મંડળના વિસ્તરણને લઈ પૂછવામાં આવેલ પ્રશ્નમાં પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલ જવાબમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ચર્ચાનો અંત આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મંત્રી મંડળના વિસ્તરણ બાબતે પૂછવામાં આવેલ પ્રશ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાસ્ય સાથે જણાવ્યું હતું કે, થશે એટલે કહેશું. તમને પૂછ્યા વગર ન કરીશું.ય

મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના

ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.

નવરાત્રીમાં જ નવા મંત્રીઓ આવશે

નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે. ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.

12 થી 15 નવા ચહેરાઓને મળશે સ્થાન

રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં 12 થી 15 નવા ચહેરા આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આજે મંગળવારે નવી દિલ્હી જઇ રહ્યાં છે. તેમની મુલાકાત દરમ્યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ નિશ્ચિત થશે.

આ પણ વાંચોઃ LIVE પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલનું મોટું એલાન, MLAs સહિત પદાધિકારીઓ હતા ઉપસ્થિત

2027 સુધીમાં થશે મંત્રીમંડળનું વિસ્તરણ

ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે. હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે.

અનેક મંત્રીઓને પડતા મુકાઇ શકે છે

હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે. જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે. એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ – મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.

6 રાજ્યકક્ષા અને 3 કેબિનેટ કક્ષાના મંત્રીઓની હકાલપટ્ટી

એવું માનવામાં આવે છે કે કેબિનેટમાંથી ત્રણ અને રાજ્યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે પરંતુ છેલ્લી ઘડીએ હાઇકમાન્ડ ક્યો ફેસલો કરે છે તે મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Expansion Chief Minister Bhupendra Patel Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ