બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / LIVE પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલનું મોટું એલાન, MLAs સહિત પદાધિકારીઓ હતા ઉપસ્થિત

ગાંધીનગર / LIVE પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલનું મોટું એલાન, MLAs સહિત પદાધિકારીઓ હતા ઉપસ્થિત

Last Updated: 12:38 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા GST 2.0 માં ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવાના સ્વપ્નને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાની વાત આખા દેશની સામે મૂકી છે અને એમણે સ્પષ્ટ કર્યું છે કે 25મી સપ્ટેમ્બર પંડિત દિનદયાળજીની જન્મ જયંતીથી 25મી ડિસેમ્બર અટલજીના જન્મ જયંતી સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈ કાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે.

2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું

આત્મનિર્ભર ભારત ને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે તે કરવામાં આવી છે. દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમએ એમ પણ કહ્યું છે કે 2047 માં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે કે આત્મનિર્ભર થઈશું તો જ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનું અત્યંત મહત્વ પણ છે 140 કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કઈ ખરીદ એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે.

દેશવાસીઓ જે વસ્તુ ખરીદે સ્વદેશી હોય તેનું લીસ્ટ બનાવો

વડાપ્રધાને દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ ખરીદે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય આપણા લોકોની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને ગણવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બાર બોર્ડ લગાવવું જોઈએ કે ગર્વસે કહો હમ સ્વદેશી હે. વડાપ્રધાનના આહ્વાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમને પણ સોપી છે.

90 દિવસ આ અભિયાન સતત ચલાવવાનું

દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે. 90 દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે. વર્ષ 2019 માં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લોકલ ફર વોકલનો મંત્ર આપ્યો હતો. લોકલ ફોર વોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો 2014 પહેલા દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનના આહ્વાન પછી દેશમાં 300 ફેક્ટરીઓ છે અને 99.2% 2 ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના હાથે થઈ રહ્યા છે.

2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે

યુપીએના સમયમાં 1500 કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે. યુપીએના સમયઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે 12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમાં રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહી પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે.

જે રેલવેની જ વાત કરીએ તો જે દુખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે. લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સર્ચ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા અને વંદે ભારત પછી આવતી કાલે પહેલી અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉતનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે

મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ 55 કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના ના 1 કરોડ 15 લાખ લોકોને એમાં પણ લાભો મળ્યો છે. નેશનલ ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ 42.85 ની લોન પાત્ર વૃદ્ધિ સાથે છે એટલે 42% 42.85%નો 85%નો એમાં વધારો થયો છે રૂપિયા 8389 કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે.

તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો તેનું લીસ્ટ બનાવો

આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નવું નહી પડે એટલા જ માટે પત્રકાર મિત્રો આપ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો. તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા વિદેશી વાપરો છો એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશથી આવી ગઈ છે.

90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મદિન 25મી ડિસેમ્બર આપણા આપણા અટલ બિહારી વાજપેજીના જન્મ જયંતી સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે ભાઈ પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માન્ય મુખ્યમંત્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કઈને કઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદર્શીનો આગ્રહ કરું આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સાર ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે. આજે જ્યારે આપણને પ્રધાનમંત્રી મોદીએ એક ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે. હવે અમે જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે. એના માટે પણ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ.

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 25મી સપ્ટેમ્બર થી 25મી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મ જયંતીથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહ્વાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે નેકીન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે.

સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનું જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાન જીવી ખાદીનું વેચાણ આજે 31000 કરોડથી વધીને 1.70 70 લાખ કરોડ રૂપિયા થયું છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર વન છે એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર થતા જ્યારે આજે 153 દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશ ને વેગ મળવાનો છે.

આ પણ વાંચોઃ ગરબામાં ખેલૈયાઓની મજા બગડશે?, ગરમી સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

એમએસએમને પણ વડાપ્રધાન ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહ્વાન કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે. આજે આપણું સેમીકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજી રન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદન અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે વડાપ્રધાન આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રીજનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના ના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati BJP BJP State President C.R. Patil Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ