બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરબામાં ખેલૈયાઓની મજા બગડશે?, ગરમી સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

હવામાન / ગરબામાં ખેલૈયાઓની મજા બગડશે?, ગરમી સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Published By: Jay Bhatt

Last Updated: 12:26 PM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ નવરાત્રિના તહેવારની ધામધૂમતી ઉજવણી થઈ રહી છે, અને ખેલૈયાઓ રાસ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલે વધુ એક વખત મોટી આગાહી કરી છે.

Gujarat Weather Forecast: આજે (26 સપ્ટેમ્બર 2025) પાંચમુ નોરતું છે અને ખેલૈયાઓમાં ગરબા રમવાનો જબદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે.

ગરમી સાથે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આવતીકાલ (27 સપ્ટેમ્બર 2025) સુધી ગરમી પડશે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર, ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી જઈ શકે તેમ છે. આ સિવાય મહેસાણા, પાટણ, સમી, હારીજ, હિંમતનગર તથા પંચમહાલના ભાગોમાં ગરમી રહેશે.

ગાજવીજ સાથે વરસાદની સંભાવના

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે અને મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી જઈ શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ગરમી રહી શકે છે. જો કે, બંગાળમાં બનતી સીસ્ટમના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Vtv App Promotion

આ તારીખથી હવામાનમાં પલટો આવશે

અંબાલાલની આગાહી કરતા કહ્યું હતું કે, આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવતા ભરૂચ, સુરતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

વધુ વાંચો : 'દરેક દુકાનદારોએ પોતાની દુકાનની બહાર..', પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા CR પાટીલ

આ વિસ્તારમાં વરસાદ પડી શકે

આ સિવાય મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઓક્ટોબરમાં નવી સીસ્ટમ બનતા વરસાદ લાવી શકે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather forecast Ambalal patel Forecast

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ