બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દરેક દુકાનદારોએ પોતાની દુકાનની બહાર..', પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા CR પાટીલ
Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ સ્વદેશી અભિયાનના ભાગરૂપે યોજાઈ હતી.
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે યોજાઈ પત્રકાર પરિષદ
ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિત ભાજપના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, '25મી સપ્ટેમ્બર પંડિત દિનદયાળની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર 2025 સુધી પૂર્વ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ સુધી આત્મનિર્ભર ભારત અંતર્ગત સંકલ્પ અભિયાન કાર્યક્રમ ચલાવવાનો છે.'
ADVERTISEMENT
દુકાનદારો માટે સીઆર પાટીલે શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આત્મનિર્ભર ભારતના આહ્વાનનો ઉલ્લેખ કરતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે, 'જે પણ વસ્તુ ખરીદે તે સ્વદેશી હોય તેમજ આપણા દેશમાં બનેલી હોય અને તેમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય.' ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે, 'દરેક દુકાનદારોએ પોતાની દુકાનની બહાર બોર્ડ લગાવવુ જોઈએ 'ગર્વ સે કહો હમ સ્વદેશી હે'.
ADVERTISEMENT
90 દિવસ ચાલશે અભિયાન
આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે. 90 દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે. વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને લોકલ ફર વોકલનો મંત્ર આપ્યો હતો. આ લોકલ ફોર વોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો.
ADVERTISEMENT

લોકફ ફોર વોકલ કાર્યક્રમ યોજાશે
ADVERTISEMENT
આ અભિયાન થકી જન-જન સુધી આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને પહોંચાડી અને ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડમાં જવા માટેના રોડ મેપ નક્કી કર્યો છે. જે આવનાર તહેવારોમાં પ્રજાજનો લોકલ ફોર વોકલના મંત્રથી વસ્તુઓની ખરીદી કરે તે માટે જાગૃતતા અંગે પ્રયાસ મળશે.'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'નો મંત્ર જન જન સુધી પહોંચાડાશે. આ એક જન આંદોલન રૂપે આ અભિયાનને સફળ બનાવવા માટે લોકલ ફોર વોકલના વિવિધ કાર્યક્રમો યોજશે.
ધારાસભ્યને જવાબદારી આપવામાં આવશે
ADVERTISEMENT
સ્વદેશી ચીજ વસ્તુઓની માગમા વધારો થાય એ માટે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેશન અને પદાધિકારીઓ જવાબદારી આપવામાં આવશે. વિધાનસભા દીઠ સ્વદેશી ચીજ વસ્તુઓના પ્રચાર પ્રસાર બાબતે આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સુધીનો સંકલ્પ જાહેર કરવામાં આવશે.
વધુ વાંચો : LIVE પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલનું મોટું એલાન, MLAs સહિત પદાધિકારીઓ હતા ઉપસ્થિત
સ્વદેશી અભિયાનનો હેતુ
નોંધનીય છે કે, સ્વદેશી અભિયાનનો મુખ્ય હેતુ ભારતીય ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે. ભારતીય સંસ્કૃતિ, ઉદ્યોગ અને કૌશલ્યને આગળ ધપાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનો અને ઉદ્યોગકારોને આ અભિયાન સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.