ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / State Government Minister’s Big Revelation, "There is no shortage of manure in the state

ગુજરાત / ખાતરની તંગીની બૂમરાણો ખોટી છે, સરકાર પાસે ખાતરનો પુરતો સ્ટોકઃ રાજ્ય સરકારના મંત્રી વાઘાણીનો મોટો ખુલાસો

Published By: Kiran

Last Updated: 05:05 PM, 12 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયણિક ખાતરનો જરૂરિયાત કરતા ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાઇ છે જેને લઈને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ખાતરને લઈને રાજ્ય સરકારના મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT

  • ખાતરની તંગી પર રાજ્ય સરકારના મંત્રીનો ખુલાસો
  • રાજ્યમાં ખાતરની તંગી નથી, સરકાર પાસે પુરતું ખાતર
  • રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કર્યો ખુલાસો

રાજ્યમાં રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે. તેમાંય ખઆસ કરીને અરવલ્લીના મોડાસામાં,બનાસકાંઠા, મહેસાણાના વડનગરમાં રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે. મોડાસાના મેઢાસણ ખાતે વહેલી સવારથી જ રાસાયણિક ખાતર માટે લાંબી લાઇનો લાગી હતી. રાસાયણિક ખાતરનો જરૂરિયાત કરતા ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાઇ છે જેને લઈને ખેડૂતો હેરાન પરેશાન થયા છે. 

રાજ્યમાં ખાતરની તંગી નથી, સરકાર પાસે પુરતું ખાતર

હવે જિલ્લાના ખેડૂતોએ વહેલામાં વહેલી તકે આ યુરિયા ખાતરનો પુરતો સ્ટોક પુરો પાડવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે. બનાસકાંઠામાં રાસાયણિક  ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. વેપારી એસોસિએશન અને અધિકારીઓની મીલી ભગતથી ખાતર ન મળતુ હોવાના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યાં છે. મહત્વનું છે કે ખેતીની જમીનને ફળદ્રઉ અને ઉપજાવું બનાવવા માટે ખેડૂતો ખેતી સમયે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખાતરની તંગી સર્જાતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે અને રાજ્યમાં ખાતરની તંગી હોવાનો સરકાર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. 

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કર્યો ખુલાસો

આ તરફ રાજ્યમાં ખાતરની તંગી હોવાનો રાજ્ય સરકારે ઇન્કાર કર્યો  છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ખુલાસો કરતા જણાવ્યુ હતું કે ખાતરની તંગીની બૂમરાણો ખોટી છે, પુરતો સ્ટોક છે. રાજ્યમાં ખાતરની તંગી નથી, સરકાર પાસે પુંરતુ ખાતર છે. થોડા સમય પહેલા અછત હતી. પરંતુ અત્યારે ખાતરનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Government big revelation manure shortage ખાતર ખેડૂતો મોટો ખુલાસો યુરિયા ખાતર રાજ્ય સરકાર shortage of manure

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ