બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / state 3 incidents of road accidents in came from Surendranagar, Banaskantha and Bhavnagar

ગોઝારો સોમવાર / ધીમે હાંકો! ગુજરાતના હાઈવે ચિચિયારીઓથી ગૂંજ્યા! 3 માર્ગ અકસ્માતમાં 7 લોકો ધામમાં

Dinesh

Last Updated: 07:22 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Road Accident News: રાજ્યમાં રોડ અકસ્માતની 3 ઘટનાઓ સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભાવનગરથી સામે આવી છે, જેમાં 7 લોકોના મોત થયા છે

આજે રાજ્યમાં રોડ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જે ત્રણ અકસ્માતમાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. જ્યારે બનાસકાંઠાના દાંતમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત થયા જ્યારે સોમનાથ- તળાજા હાઇવે પર કાર પલટી મારતા 2ના મોત થયાની વિગતો સામે આવી છે

અખિયાણા-માલવણ ગામ વચ્ચે અકસ્માત
સુરેન્દ્રનગરની માલવણ ચોકડી પાસે વહેલી સવારે અકસ્માત થયો હતો. ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતાં, જ્યારે એક યુવાનનું હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત થયું હતું. અકસ્માતમાં કુલ ત્રણ યુવકનાં મોત થયાં હતાં. મહત્વનું છે કે મૃતકમાં ઓળી વસીમખાન વઝીરખાનનો સમાવેશ થાય છે. ઓળી વસીમ ખાન કુખ્યાત ગેડિયા ગેંગનો સભ્ય હોવાનો ખુલાસો થયો છે.

દાંતામાં અકસ્માતમાં 2ના મોત
બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા છે. હડાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંચવા જેવું: પાટીદાર દીકરી પર આપેલા નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની સાથે EXCLUSIVE વાતચીત, જણાવી હકીકત

કાર પલટી મારતમાં બેના મોત
સોમનાથ- તળાજા હાઇવે પર કાર પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર પલટી મારતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. યોગેશ પરમાર અને ઉદયસંગ પરમારનું મોત થયુ છે. અકસ્માતમાં એક વ્યકિતને ગંભીર ઇજા પણ પહોંચી છે. બંન્ને મૃતકને PM અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ