બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / start investing in mutual fund by your wife's name

તમારા કામનું / આજે જ કરો પત્નીના નામ પર Mutual Fundમાં રોકાણ, મળશે કરોડોનું રિટર્ન, જાણો કેવી રીતે

Khevna

Last Updated: 10:18 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા દિવસે તમે પોતાની પત્ની માટે ખાસ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરુ કરી દો આથી આપ બંને વૃદ્ધાવસ્થાની લાઈફને પણ ઘણી સરળતા તથા આરામથી જીવી શકશો.

  • 8 માર્ચના રોજ છે મહિલા દિવસ 
  • મ્યૂચુઅલ ફંડ છે શાનદાર ઓપ્શન 
  • SIPમાં કરો 3500 રૂપિયાનું મંથલી રોકાણ 

મહિલા દિવસ પર પત્નીને આપો ગિફ્ટ 

8 માર્ચના રોજ મહિલા દિવસ છે. આ દિવસે તમે તમારી પત્ની કઈ એવી ગિફ્ટ આપી શકો છો જે તેના ભવિષ્યની યોજનાઓ માટે તથા વૃદ્ધાવસ્થા માટે વરદાન સાબિત થાય. અસલમાં, દરેક પોતાના ભવિષ્યની આર્થિક જરૂરિયાતોનાં હિસાબે રોકાણ તથા બચત કરે છે. પરંતુ રિટાયરમેંટ બાદ સરળ જીવન વ્યતીત કરવાની ચિંતા બધાને રહે છે. આ મહિલા દિવસે તમે પોતાની પત્ની માટે ખાસ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરુ કરી દો આથી આપ બંને વૃદ્ધાવસ્થાની લાઈફને પણ ઘણી સરળતા તથા આરામથી જીવી શકશો. 

નોકરીના સમયમાં પૈસાની એટલી ચિંતા નથી રહેતી જેટલી રિટાયરમેંટ બાદ માટે હોય છે. જો તમે પણ રિટાયરમેંટ બાદ સરળ જીવન વિતાવવા માંગો છો તો તમે પત્નીનાં નામ પર આજથી જ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરુ કરી દો. આમ કરવાથી રિટાયરમેંટ પર તમને કરોડો રૂપિયાનો મોટો ફંડ મળી શકે છે. 

કેવી રીતે પસંદ કરશો નિવેશ ઓપ્શન?
રિટાયરમેંટ માટે સાચું પ્લાનિંગ કરવા માટે સાચો નિવેશ ઓપ્શન પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. જો તે નિવેશ માટે સાચો વિકલ્પ પસંદ કરતા નથી તો તમને નફાને બદલે નુકસાન પણ થઇ શકે છે. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા આપણે એવા નિવેશ ઓપ્શનને પસંદ કરવો જોઈએ જેથી રિટર્ન પણ વધતું રહે. આ જ કારણ છે કે અંતિમ અમુક વર્ષોમાં સારા રિટર્નને કારણે મ્યૂચુઅલ ફંડમાં લોકો ખૂબ જ દિલચસ્પી લઈ રહ્યા છે. 

મ્યૂચુઅલ ફંડ છે સારો ઓપ્શન 
મ્યૂચુઅલ ફંડમાં રોકાણ એક જબરદસ્ત ઓપ્શન છે. અસલમાં, શેર બજારમાં રિટર્ન તગડું મળે છે પરંતુ, ત્યાં રિસ્ક ફેક્ટર પણ વધારે છે. જો તમે પણ ઓછા જોખમમાં વધારે રીટર્ન મેળવવા માંગો છો તો મ્યૂચુઅલ ફંડમાં રોકાણનું પ્લાનિંગ કરી શકો છો. આટલું જ નહિ, જો તમારી સેલરી સારી છે તો તમે એક એવી સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો, જે તમને મેચ્યોરિટી પર 2.45 કરોડની મોટી રકમ આપી શકે છે. આમ કરવાથી તમારી વૃદ્ધાવસ્થા એકદમ તણાવમુક્ત હશે. 

SIP માં કરો 3500નું મંથલી રોકાણ 
SIPએ માર્કેટમાં ગયા અમુક વર્ષોમાં જબરદસ્ત પકડ બનાવી છે. ગયા 10 વર્ષોમાં આ જોવામાં આવ્યું છે કે મ્યૂચુઅલ ફંડ સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેંટ પ્લાન એટલે કે SIPમાં રોકાણ કરવા પર તમને લગભગ 15 ટકાનું રિટર્ન વર્ષે મળે છે. જો તમારી પત્નીની ઉંમર નિવેશ કરતા સમયે 30 વર્ષ છે તો તમે આમાં બાકીના કુલ 30 વર્ષો સુધી 12.60 લાખ રૂપિયા રોકાણ કરી શકો છો. આ હિસાબે જોઈએ તો 15 ટકા એટલે કે તમારી પાસે 30 વર્ષો બાદ લગભગ 2.45 કરોડ રૂપિયાનો ફંડ જમા થશે. ધ્યાન રહે કે મ્યૂચુઅલ ફંડ સ્કીમમાં વ્યાજ દર કમ્પાઉન્ડીન્ગ પર હોય છે. તથા આ જ કારણ છે કે લોકો સુરક્ષિત રોકાણ તથા શાનદાર નફા માટે આ પસંદ કરે છે. 

કેટલું મળશે તમને રિટર્ન 

  • SBI સ્મોલ કેપ મ્યૂચુઅલ ફંડ - 20.04 ટકા 
  • નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ મ્યૂચુઅલ ફંડ - 18.14 ટકા 
  • ઇન્વેસ્કો ઇન્ડિયા મિડકેપ મ્યૂચુઅલ ફંડ - 16.54 ટકા 
  • ડીએસપી મિડકેપ મ્યૂચુઅલ ફંડ - 15.27 ટકા 
  • કોટક ઇમર્જિંગ મ્યૂચુઅલ ફંડ - 15.95 ટકા 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ