બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Starlink To Transfer Internet Data Close To 97% Of The Speed Of Light Confirms Elon Musk
ADVERTISEMENT
ટ્રેડિશનલ ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સ્ટાર લિંકની પાસે દૂરના વિસ્તારોમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ડિલિવર કરવાની ક્ષમતા છે. દુનિયાભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવાના ઈરાદાની સાથે હવે બીટા યૂઝર્સને માટે ઉપલબ્ધ છે અને સતત તેનો વિસ્તાર થઈ રહ્યો છે. સ્ટાર લિંક બીટાની સૌથી મોટી ખામી છે તેની ધીમી ઈન્ટરનેટ સ્પીડ. લાગે છે કે જલ્દી તેમાં સુધારો કરાશે.
શું કહ્યું એલન મસ્કે
SpaceX ના CEO એલન મસ્કે દાવો કર્યો છે કે સ્ટાર લિંક સૈટલાઈટ ઈન્ટરનેટ સર્વિસમાં લાઈટની સ્પીડ જેટલી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરવાની ક્ષમતા હશે. સ્પેસ એક્સની યોજના ઓરબિટમાં લેઝર વાળા સેટલાઈટ લગાવવાની છે.
ADVERTISEMENT

કેવી રીતે કામ કરે છે કંપની
હાલમાં સ્ટાર લિંક નેટવર્ક એક ડિશ, સેટેલાઈટ અને ગ્રાઉન્ડ સ્ટેશનના આધારે કામ કરી રહી છે. એવું લાગે છે કે કંપની ગ્રાઉન્ડ સ્ટેશનને બંધ કરવા પર કામ કરી રહી છે જે ડેટા ટ્રાન્સફર કરવામાં અવરોધ લાવે છે અને સાથે તેના કારણે સેટેલાઈટથી કમ્યુનિકેટ કરવામાં લાંબો સમય લાગી શકે છે. લેઝર્સની સાથે ટ્રાન્સમિશન સ્પીડને લઈને મસ્કનો દાવો છે કે ઓપ્ટિકલ ફાઈબર્સની તુલનામાં આ સ્પીડ 40 ટકા વધારે ફાસ્ટ હોઈ શકે છે. જેના કારણે જમીન પર ઉપયોગ વિના જ ફાસ્ટ ઈન્ટરનેટ ટ્રાન્સફર સર્વિસ મળશે.
કેટલી છે હાલની સ્પીડ
એલન મસ્કના નિવેદન અને ઓપ્ટિકલ ફાઈબરથી મળનારી હાલની સ્પીડને ગણીએ તો સ્ટાર લિંક 180,832 મીલ પ્રતિ સેકંડ પર ડેટા ટ્રાન્સફર કરવાની ક્ષમતા આપે છે. આ એક વેક્યૂમમાં લાઈટની સ્પીડનો લગભગ 97 ટકા છે. મસ્કે ભરોસો અપાવ્યો કે સ્ટાર લિંક જલ્દી અનેક ગ્રાઉન્ડ સ્ટેશનને બંદ કરશે અને પૂરતા બૈડવિથ પણ મેળવી શકશે. સ્પેસ એક્સમાં ઝડપથી થઈ રહેલા કામને જોઈએ તો આ અંતર વધારે નથી, સ્પેસએક્સ આવનારા મહિનામાં લગગ 1200થી વધારે સ્ટાર લિંક સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.