ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sri Lanka beat Pakistan by five wickets in final Super-4 match of Asia Cup

એશિયા કપ 2022 / સુપર 4માં શ્રીલંકાએ પાકિસ્તાનને 5 વિકેટે પછાડ્યું,  બંને ટીમો ફરી 11મી સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે

Published By: Vishnu

Last Updated: 11:42 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2022માં સુપર-ફોરની છેલ્લીમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી દીધું છે. પાકિસ્તાને શ્રીલંકાને જીતવા માટે માત્ર 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ADVERTISEMENT

  • એશિયા કપ 2022ની સુપર 4ની છેલ્લી મેચ
  • શ્રીલંકાએ પાકિસ્તાનને પાંચ વિકેટે પછાડ્યું
  • બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ 11 સપ્ટેબરે રમાશે

એશિયા કપ 2022માં સુપર-ફોરની ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો 17 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. હવે 11 સપ્ટેમ્બરે આ જ મેદાન પર આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

આ કાંટેની ટક્કર વાળી મેચમાં શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી. માત્ર 2 રનમાં 2 વિકેટો ગુમાવી દીધી હતી. સૌથી પહેલા મોહમ્મદ હસનૈને કુસલ મેન્ડિસ (0)ને વોક કર્યો. ત્યારબાદ દાનુષ્કા ગુણાતિલક પણ ખાતું ખોલાવ્યા વિના જ હરિસ રઉફનો શિકાર બની ગયો હતો. બાદમાં રઉફે પણ ધનંજય ડી સિલ્વાને 29 રને આઉટ કરતાં ઉપરા છાપરી 3 વિકેટો પડી ગઈ હતી. 

નિસાંકાની ધમાકેદાર બેટિંગ
ઓપનર પથુમ નિસાંકા અને ભાનુકા રાજપક્ષેએ 51 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને સંકટમાંથી ઉગારી લીધું હતું. ઉસ્માન કાદિરના હાથે આઉટ થતા પહેલા રાજપક્ષે બે સિક્સરની મદદથી 24 રન બનાવ્યા હતા. આ ક્ષણથી મેચ આખી પલટાઈ ગઈ હતી. શ્રીલંકાની જીત માત્ર ઔપચારિકતા હતી, જેને નિસાંકા અને કેપ્ટન દાસુન શનાકાએ આસાન બનાવી દીધી હતી. પથુમ નિસાંકાએ 48 બોલમાં અણનમ 55 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. દાસુન શનાકાએ 21 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસનૈન અને રઉફે બે-બે વિકેટ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2022 final PAK vs SL Asia Cup asia cup 2022 sri lanka vs pakistan એશિયા કપ 2022 એશિયા કપ ફાઈનલ શ્રીલંકા vs પાકિસ્તાન asia cup 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ