ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : હરલીને પૂછ્યું તમે ખૂબ જ ગ્લો કરો છો? શું છે સ્કિન કેરનું રહસ્ય?, PM મોદીનો જવાબ સાંભળવા જેવો

મુલાકાત / VIDEO : હરલીને પૂછ્યું તમે ખૂબ જ ગ્લો કરો છો? શું છે સ્કિન કેરનું રહસ્ય?, PM મોદીનો જવાબ સાંભળવા જેવો

Published By: Priyankka Triveddi

Last Updated: 02:05 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Champions Team ગઇકાલે PM મોદી સાથે શુભેચ્છા મુલાકાતે હતી. આ દરમિયાન ઘણી વાતચીત વચ્ચે બોલર હરલીન દેઓલે PMને એવું કશું પૂછ્યું કે બધા ખડખડાટ હસી પડ્યા.

ADVERTISEMENT

PM Modi meets Women’s Cricket Team: ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેમણે ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. આજે 6 નવેમ્બરના રોજ ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંને મળશે. તે પહેલા ટીમ PM નરેન્દ્ર મોદીને મળી હતી અને ઘણા કિસ્સાઓ શેર કર્યા હતા. જે વચ્ચે બોલર હરલીન દેઓલે PM મોદીને એવું પૂછ્યું કે એ સાંભળીને PM સહિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

વાત જાણે એમ છે કે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી ત્યારે વાતાવરણ ગર્વ અને ઉત્સાહથી ભરેલું હતું. વાતચીત ઔપચારિક હતી પરંતુ વચ્ચે બેટ્સમેન હરલીન દેઓલે એવો રમુજી પ્રશ્ન પૂછ્યો કે સમગ્ર વડા પ્રધાન નિવાસસ્થાન હાસ્યથી ગુંજી ઉઠ્યું. હકીકતમાં વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ હરલીનની ઉર્જા અને સકારાત્મક સ્વભાવની પ્રશંસા કરી. જવાબમાં હરલીન દેઓલે અચાનક પૂછ્યું "સાહેબ, તમારું સ્કિનકેર રૂટિન શું છે? તમે ખૂબ ચમકો છો સાહેબ?"

અને આ સવાલ પછી રૂમ હાસ્યથી ગુંજી ઉઠ્યો. હરલીનના અણધાર્યા પ્રશ્ને વાતાવરણ હાસ્યથી ભરાઈ ગયું. વડા પ્રધાન મોદી પણ હસ્યા વગર રહી શક્યા નહીં અને કહ્યું, "મેં આ વિષય પર વધારે ધ્યાન આપ્યું ન હતું." સાથી ખેલાડી સ્નેહ રાણાએ તરત જ ઉમેર્યું, "સાહેબ, આ દેશના લાખો લોકોનો પ્રેમ છે!"

ટીમના કોચ અમોલ મજુમદારે પણ મજાકમાં કહ્યું, 'જુઓ સાહેબ, મારે દરરોજ આ તોફાની ખેલાડીઓ સાથે લડવું પડે છે, તેથી જ મારા વાળ સફેદ થઈ ગયા છે.'

મજુમદારે ઇંગ્લેન્ડ પ્રવાસની એક રસપ્રદ યાદ પણ શેર કરી. તેમણે યાદ કર્યું કે જ્યારે ટીમને રાજા ચાર્લ્સ સાથે ફોટો પડાવવાની તક મળી હતી, ત્યારે નિયમો અનુસાર ફક્ત 20 લોકોને એક ફ્રેમ સુધી મર્યાદિત રાખવામાં આવ્યા હતા. ટીમે મજાકમાં ટિપ્પણી કરી, "રાજા સાથેનો ફોટો પછીથી આવશે; વાસ્તવિક ફોટો ત્યારે આવશે જ્યારે આપણે વર્લ્ડ કપ જીતીશું અને પીએમ મોદીને મળીશું."

ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે આ વર્લ્ડ કપનો ધ્યેય ફક્ત ટ્રોફી જીતવાનો નહોતો, પરંતુ ભારતમાં મહિલા રમતગમત પ્રત્યેની ધારણા બદલવાનો હતો. તેમની જીતે ખરેખર એક ક્રાંતિ લાવી દીધી - હવે દરેક નાની છોકરી જાણે છે કે સપનાઓની કોઈ મર્યાદા હોતી નથી.

વધુ વાંચો: MS ધોનીના ફેન્સને લાગશે આચકો! IPL 2026માં રમવા અંગે CSKના માલિકે કર્યો મોટો ખુલાસો

vtv app promotion

વડાપ્રધાન એ પણ ટીમના જુસ્સા અને દૃઢ નિશ્ચયની ખુલ્લેઆમ પ્રશંસા કરી. આ વર્લ્ડ કપ વિજયે ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો. કારણ કે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને તેમનો પ્રથમ મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harleen Deol World Champions Team Skincare Routine

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ