ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS ધોનીના ફેન્સને લાગશે આચકો! IPL 2026માં રમવા અંગે CSKના માલિકે કર્યો મોટો ખુલાસો

સ્પોર્ટ્સ / MS ધોનીના ફેન્સને લાગશે આચકો! IPL 2026માં રમવા અંગે CSKના માલિકે કર્યો મોટો ખુલાસો

Published By: Nidhi Panchal

Last Updated: 11:20 AM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી નિવૃત્તિ લેવાના છે? ચાહકોમાં ઉઠેલા આ પ્રશ્નનો હવે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકે આપ્યો છે મોટો જવાબ, જેણે સૌને રાહતનો શ્વાસ અપાવ્યો

ADVERTISEMENT

ચેન્નાઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) પૂરી થતાં જ, ક્રિકેટ ચાહકોમાં સૌથી મોટો પ્રશ્ન ઉઠ્યો – શું મહેન્દ્ર સિંહ ધોની હવે IPLમાંથી નિવૃત્તિ લેશે? ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે આ સિઝન ખાસ નહોતો અને ટીમ છેલ્લે 10મા ક્રમે રહી. આ પછી ધોનીના ભવિષ્ય અંગે ઘણી અટકળો ફેલાઈ. પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક કાસી વિશ્વનાથને એક સ્પષ્ટ અને ખુશખબર આપતી જાહેરાત કરી છે કે ધોની હજી IPLમાંથી દૂર નહીં થાય.

Dhoni-keeper

CSKના માલિક કાશી વિશ્વનાથન એક ઇવેન્ટમાં હાજર હતા, જ્યાંનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક નાનો બાળક CSKના CEOને પૂછે છે કે “શું ધોની ટૂંક સમયમાં નિવૃત્તિ લેશે?” તેના જવાબમાં કાશી વિશ્વનાથન સ્મિત સાથે કહે છે, “ધોની નિવૃત્તિ નહીં લે. હું તેમને પણ આ વિશે પૂછીશ અને પછી તમને જણાવીશ.”

dhoni-raina

આ જવાબ સાંભળીને ધોનીના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાોથી ધોની IPL 2026માં રમશે કે નહીં તે બાબતે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ધોનીએ ખુદ પણ અગાઉ જણાવ્યું હતું કે તે પોતાની ફિટનેસ અને ઈચ્છા પર આધાર રાખીને નિર્ણય લેશે, પરંતુ હવે CSKના માલિકની આ ટિપ્પણી પછી એવું સ્પષ્ટ લાગે છે કે ધોની આગામી સિઝનમાં પણ પીળી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે.

IPL 2025 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નિરાશાજનક રહ્યું હતું. ટીમ આખી સિઝનમાં લય શોધી શકી નહોતી અને અંતે પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને રહી. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનો પહેલો IPL ખિતાબ જીત્યો હતો, જ્યારે CSK જેવી ચેમ્પિયન ટીમ ખૂબ પાછળ રહી ગઈ.

vtv app promotion

ધોનીનો પ્રદર્શન પણ આ વખતે સામાન્ય રહ્યો હતો. તેમણે IPL 2025ની 14 મેચમાં 13 ઇનિંગ્સ રમી અને 24.50ની સરેરાશ સાથે 196 રન બનાવ્યા. આ સિઝનમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 30 રન રહ્યો. તેમ છતાં, મેદાન પર તેમનું લીડરશિપ અને ટીમ સ્પિરિટ ચાહકોને હંમેશા પ્રેરિત કરતી રહી.

આ પણ વાંચો : VIDEO : ભગવાન રામ અને હનુમાનનો ઉલ્લેખ, અમનજોતનો મેચ વિનિંગ કેચ, જુઓ PM મોદીએ હરમન બ્રિગેડ સાથે શું વાત કરી

CSKના માલિક કાશી વિશ્વનાથને જણાવ્યું કે ટીમ આગામી સીઝન માટે નવી રણનીતિ બનાવી રહી છે. તેમણે કહ્યું, “અમે જીતવા માટે રણનીતિ બનાવી રહ્યા છીએ, પરંતુ અમને ખબર નથી કે અમે જીતીશું કે નહીં. અમારી ટીમ સુધારાની પ્રક્રિયામાં છે.” આ જાહેરાત બાદ, ચેન્નાઈના ચાહકો અને ધોની પ્રેમીઓ માટે આ એક મોટી ખુશખબર બની છે. હવે સૌની નજર IPL 2026 પર છે, જ્યાં કદાચ ધોની છેલ્લી વાર મેદાનમાં ઉતરે – કે પછી ફરી એક વખત સૌને ચકિત કરી દે, એ તો સમય જ બતાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 MS Dhoni Chennai Super Kings

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ