બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત-કોહલીની વનડે ક્રિકેટમાંથી થશે વિદાય? ગૌતમ ગંભીરનું આ નિવેદન થયું વાયરલ
Last Updated: 01:54 PM, 10 August 2025
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર પ્લેયર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણા લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. આ બંને જણાએ T20 ક્રિકેટ અને ટેસ્ટ ફોર્મેટમાંથી રીટાયરમેન્ટ લઈ લીધું છે. અને હવે માત્ર વનડે મેચમાં આ જોડી નજર આવશે. જેની તેમના ફેન્સ ઘણી આતુરથી રાહ જોઈ રહ્યા છે. એવી ચર્ચાએ જોર પકડયું છે કે વિરાટ આ વર્ષે ઓકટોબરમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે તે ટીમનો ભાગ હશે. કોહલી અને શર્મા માટે આ ઓસ્ટ્રેલિયાની ટુર છેલ્લી ટુર હોઈ શકે છે. એવામાં આ બંને પ્લેયર્સના ફેરવેલની અટકળોએ જોર પકડયું છે. પરંતુ આ ફેરવેલ વચ્ચે થોડા સમય પહેલા કોચ ગૌતમ ગંભીરે એક નિવેદન આપ્યું હતું જે ઘણું વાયરલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
શું કહ્યું કોચ ગંભીરે?
5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે એક ઇંટરવ્યૂમાં પ્લેયર્સના ફેરવેલ અંગે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં ગંભીરને પૂછવામાં આવ્યું હતું કે હવે તમે કોચ છો તો શું તમે એ નક્કી કરશો કે તમારી હાજરીમાં જ કોહલી અને શર્માને સારી રીતે ફેરવેલ મળે ? આના જવાબમાં ગંભીરે કહ્યું કે કોઇપણ પ્લેયર ચાહે કે કોઈપણ ગેમ રમતો હોય તો ફેરવેલ માટે નથી રમતો. આપણે તે પ્લેયર્સના યોગદાનને યાદ રાખવું જોઈએ કે તેમણે દેશ માટે શું કર્યું છે? ફેરવેલ મળે કે ના મળે તે મહત્ત્વનું નથી. ગંભીરે કહ્યું કે દેશવાસીઓ તરફથી કે પ્રેમ મળે છે તેનાથી મોટું તો ફેરવેલ શું હોઈ શકે છે?
ADVERTISEMENT

વધુ વાંચો: VIDEO : રોહિત શર્માએ ખરીદી કરોડોની વૈભવી કાર, 3015ના નંબરનું રહસ્ય છતું કર્યું, ચાહકોને મજા પડી
ADVERTISEMENT

જો કે ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ સિરીઝ પર જતાં પહેલા જ વિરાટ અને રોહિતે ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી. એવી ચર્ચા છે કે ટીમ ઈન્ડિયા આગામી ઓસ્ટ્રેલિયાની વન ડે ટુર માટે ઓકટોબરમાં જશે. જેમાં 3 વનડે મેચ રમવાની છે. જેમાં કોહલી અને શર્મા રમશે. આ વચ્ચે International Cricket Council એ રોહિત શર્માને લગતી એક પોસ્ટ કરી છે જેણે ભારતીય ક્રિકેટ ફેન્સ વચ્ચે હલચલ મચાવી દીધી છે. આ પોસ્ટર ICC એ વર્ષ 2026 માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી White Ball Series માટે જાહેર કર્યું હતું. આ પોસ્ટરમાં રોહિત શર્મા અને હેરી બ્રુકનો ફોટો હતો. રોહિત જય ભારતની વનડે ટીમનો કેપ્ટન છે તો બીજી બાજી હેરી બ્રુક ઈંગ્લેન્ડ ટીમનો કેપ્ટન છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.