બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : રોહિત શર્માએ ખરીદી કરોડોની વૈભવી કાર, 3015ના નંબરનું રહસ્ય છતું કર્યું, ચાહકોને મજા પડી

સ્પોર્ટ્સ / VIDEO : રોહિત શર્માએ ખરીદી કરોડોની વૈભવી કાર, 3015ના નંબરનું રહસ્ય છતું કર્યું, ચાહકોને મજા પડી

Nidhi Panchal

Last Updated: 12:31 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ સ્ટાર રોહિત શર્માએ નવી નારંગી રંગની લેમ્બોર્ગિની Urus ખરીદી છે, જેની કિંમત અને લુક તો ચર્ચામાં છે જ. પણ ચાહકોની નજર તેની નંબર પ્લેટ પર ગઈ, કારણ કે તેમાં છુપાયેલી છે એક ખાસ કહાની.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ તાજેતરમાં એક નવી લક્ઝરી કાર ખરીદી છે – નારંગી રંગની લેમ્બોર્ગિની છે. આ કારની સુંદરતા અને તેની કિંમત તો ચર્ચામાં રહી જ છે, પરંતુ ચાહકોનું ખાસ ધ્યાન તેની નંબર પ્લેટ પર પડ્યું છે. આ નંબર 3015 ફક્ત રેન્ડમ પસંદ કરેલો નથી, તેની પાછળ એક ખાસ ફેમિલી કનેક્શન છે.

rohit-sharma

રોહિત શર્માના જીવનમાં આ નંબર સાથે એક ખાસ લાગવ છે. સૌપ્રથમ, કારના પહેલા બે અંક 30 તેની પુત્રી સમાયરા શર્માની જન્મતારીખ પર છે. સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો. બીજું, કારના છેલ્લા બે અંક 15 તેના પુત્રની જન્મતારીખ છે. રોહિત અને પત્ની રિતિકાના પુત્રનો જન્મ 15 નવેમ્બર 2024ના રોજ થયો હતો. ખાસે બાબત એ છે કે જો આ બંને તારીખના અંક (30+15) જોડવામાં આવે, તો કુલ 45 થાય છે – જે રોહિત શર્માનો જર્સી નંબર છે, જેને દરેક ક્રિકેટ ચાહક સારી રીતે ઓળખે છે.

પહેલા પણ પોતાના કારનો નંબર રાખ્યો

આ પહેલા પણ રોહિત પોતાની કારના નંબર પ્લેટમાં ખાસ અર્થ છુપાવતા આવ્યા છે. તેમની પહેલા વાદળી રંગની લેમ્બોર્ગિનીનો નંબર 0264 હતો, જે તેમની વનડે ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ્સ – 264 રન –ને ધ્યાનમાં રાખીને હતો. આ રેકોર્ડ તેમણે શ્રીલંકા સામે સ્થાપ્યો હતો. જોકે, આ કાર પછી રોહિતે એક ફેન્ટસી એપ વિજેતાને ભેટ આપી દીધી હતી.

app promo5

નવી લેમ્બોર્ગિની Urus સે SUV વિશે વાત કરીએ તો તેમાં 620 હોર્સપાવરની શક્તિશાળી એન્જિન છે, જે 800Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર ભારતમાં એક્સ-શોરૂમ કિંમત મુજબ લગભગ ₹4.57 કરોડની છે. ખાસ વાત એ છે કે આ SUV ઇલેક્ટ્રિક મોડમાં 60 કિમી સુધી ચલાવી શકાય છે, જે તેને પાવર અને ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન બનાવે છે.

આ પણ વાંચો : VIDEO : કોણ છે આ ખુબસુરત છોકરી? જેણે મોહમ્મદ સિરાજને બાંધી રાખડી, પહેલા ઈશ્કની અફવા

રોહિત શર્માની ગેરેજમાં આ કાર સિવાય પણ ઘણી મોંઘી લક્ઝરી કાર્સ છે

  • મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ (₹1.50 કરોડ)
  • રેન્જ રોવર HSE LWB (₹2.80 કરોડ)
  • મર્સિડીઝ GLS 400 D (₹1.29 કરોડ)
  • BMW M5 (₹1.99 કરોડ)

હાલમાં જ રોહિત ઇંગ્લેન્ડ પ્રવાસ પરથી પરિવાર સાથે પાછા ફર્યા છે. તેઓએ તાજેતરમાં ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લીધી છે અને હવે માત્ર ODI ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lamborghini Urus SE Rohit Sharma Car Number Plate
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ