ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / VIDEO : કોણ છે આ ખુબસુરત છોકરી? જેણે મોહમ્મદ સિરાજને બાંધી રાખડી, પહેલા ઈશ્કની અફવા
Last Updated: 10:32 AM, 10 August 2025
ADVERTISEMENT
સમગ્ર દેશમાં શનિવારે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ પ્રેમ, ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્યથી લઈને ખાસ લોકોએ તેમની બહેનો દ્વારા રાખડી બાંધી હતી તેની તસવીરો અને વીડિયો દિવસભર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહ્યા, પરંતુ એક વીડિયોએ બધાને આશ્ચર્યચકિત કર્યા અને તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. ચાલો જાણીએ કે આ વિડિયોમાં કેમ ચર્ચામાં છે.
ADVERTISEMENT
ખરેખર આ વીડિયો ભારતના સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ અને સુંદર જનાઈ ભોંસલેનો હતો, જેમાં જનાઈ ક્રિકેટરના કાંડા પર ખૂબ જ પ્રેમથી રાખડી બાંધતી જોવા મળે છે. વિડીયોમાં બંને ભાઈ-બહેનોનું બંધન ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. પહેલા જનાઈ સિરાજને રાખડી બાંધે છે ત્યારપછી સિરાજ તેને સફેદ પરબિડીયું આપે છે જેને શુભ સંકેત માનવામાં આવે છે.
મોહમ્મદ સિરાજ અને જનાઈનો વિડિઓ વાયરલ થયો
ADVERTISEMENT
જુઓ વીડિઓ અહી :https://www.instagram.com/reel/DNJABtiNP55/?utm_source=ig_embed&ig_rid=ebf86b1e-9c29-4ce9-bd21-f4dca988bf3a
બંનેના વિડિઓ પર લોકોએ ઘણી ટિપ્પણીઓ કરી છે. આ વિડિઓને અત્યાર સુધીમાં 2,273,417 લાઈક્સ મળી છે. સાથે જ લોકોએ બંનેને હૃદયપૂર્વક આશીર્વાદ પણ આપ્યા હતા. આ વીડિયો શેર કરતા સિરાજે કેપ્શનમાં લખ્યું, 'હેપ્પી રાખી. આનાથી સારી અપેક્ષા નહોતી રાખી શકાતી.'
ADVERTISEMENT
સિરાજ અને જનાઈના ડેટિંગના સમાચાર આવ્યા હતા
તમને જણાવી દઈએ કે અગાઉ જનાઈ અને સિરાજનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો કે સિરાજ અને જનાઈ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
અફવા ફેલાવનારાઓ ચૂપ થઈ ગયા
જોકે હોબાળા પછી જનાઈએ કહ્યું હતું કે 'સિરાજ તેનો ભાઈ છે અને તેણે અફવા ફેલાવનારાઓ પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. પરંતુ તે પછી પણ લોકોએ ગણગણાટ કરવાનું બંધ ન કર્યું. છેવટે રક્ષા બંધન પર જનાઈએ રાખીનો વીડિયો શેર કરીને અફવા ફેલાવનારાઓને ચૂપ કરી દીધા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:
જનાઈ ભોંસલે કોણ છે?
ADVERTISEMENT

અત્યંત સુંદર દેખાતી જનાઈ ભોંસલે, પ્રખ્યાત ગાયિકા અને 'પદ્મ વિભૂષણ' પુરસ્કાર વિજેતા આશા ભોંસલેની પૌત્રી છે. તે એક મહાન ગાયિકા અને અભિનેત્રી પણ છે. જનાઈએ પોતે ઘણી મરાઠી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. આટલા હાઈ પ્રોફાઇલ પરિવારમાંથી હોવા છતાં, સિમ્પલ લાંબા વાળ અને મોટી આંખો ધરાવતી ઝનાઈ ભોંસલે ખૂબ જ શાંત અને ગંભીર રહેવાનું પસંદ કરે છે અને લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ તેની અપાર સુંદરતા અને સ્ટાઇલને કારણે તે હંમેશા સોશિયલ મીડિયા પર ફેમસ બને છે.
જનાઈ આનંદ ભોંસલેની પુત્રી છે
જનાઈ આશો ભોંસલેના પુત્ર આનંદ ભોંસલેની પુત્રી છે, જનાઈની માતાનું નામ અનુજા ભોંસલે છે. તેણીએ સ્વિટ્ઝર્લૅન્ડમાં અભ્યાસ કર્યો છે અને સંગીતનો પણ અભ્યાસ કર્યો છે. તેનો એક ભાઈ પણ છે જેનું નામ રંજાઈ ભોંસલે છે. તેણે ઘણા સ્ટેજ શો પણ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT