ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પર આફત, ઋષભ પંત આટલા દિવસ માટે બહાર, ચાહકો ટેન્શનમાં
Last Updated: 04:47 PM, 11 July 2025
ADVERTISEMENT
ભારતીય ટીમના વિકેટકીપર અને ટેસ્ટના વાઇસ કેપ્ટન ઋષભ પંતને આગેલી ઇજા હજુ સુધી રિકવર નથી થઈ. BCCI એ તેને લઈને મોટું અપડેટ આપ્યું છે. આ ખબર તેના ફેન્સમાં એક જોરદાર ઝટકા સમાન છે. BCCI એ જણાવ્યું છે કે ઋષભ પંત લોર્ડસ ટેસ્ટના બીજા દિવસે પણ મેદાન પર નહી દેખાય. હકીકતમાં પંતની આંગળીમાં ઇજા થઈ છે અને ડોક્ટરે ચેક કર્યા બાદ તેને આરામ કરવાની સલાહ આપી છે. આનો સીધો અર્થ એ થયો કે પંતની જગ્યાએ જુરેલ બેટિંગ કરવા માટે આવશે.
ADVERTISEMENT

ઋષભ પંત એક દિવસ માટે લોર્ડસ ટેસ્ટથી બહાર
ADVERTISEMENT
જ્યારે બીજા દિવસે રિષભ પંત લોર્ડ્સના મેદાન પર આવ્યો ત્યારે તેને બેટ પકડીને શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને દુખાવો થયો. આ જોઈને પ્રશ્ન ઉભો થાય છે કે શું પંત બેટિંગ કરી શકશે. તમને જણાવી દઈએ કે પંત આ સમયે શાનદાર ફોર્મમાં છે અને પહેલી ટેસ્ટમાં તેને બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ત્યારે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં તેને અડધી સદી ફટકારી હતી. હવે જો પંત બેટિંગ કરી શકશે નહીં, તો આ ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો હશે. મોટી વાત એ છે કે ટીમ ઇન્ડિયાને પંતનો વિકલ્પ પણ નહીં મળે.

ADVERTISEMENT
આ પણ વાંચો: ઢાળવાળી આઉટફિલ્ડ, રાખ ધરાવતો કળશ અને ઐતિહાસિક મ્યુઝિયમ, જાણો લોડ્સ ગ્રાઉન્ડની રોચક કહાની
ઋષભ પંત કેવી રીતે થયો ઇજાગ્રસ્ત?
ADVERTISEMENT
ઋષભ પંતને જસપ્રીત બુમરાહના બોલ પર જ ઈજા થઈ હતી. બુમરાહની એક લેગ સાઈડ બોલને બહાર જતાં રોકવાની પ્રયત્નમાં બોલ પંતની આંગળીમાં લાગ્યો. મોટી વાત એ છે કે બોલ પંતના ડાબા હાથની આંગળીમાં વાગ્યો જે તેનો ડોમિનેટ હેન્ડ છે. હવે એ જોવાનું છે કે પંત હેલ્ધી થઈ શકે છે કે નહિ, કારણ કે જો આવું ન થયું તો ટીમ ઈન્ડિયાને 10 જ ખેલાડીઓ સાથે બેટિંગ કરવી પડશે. આમ તો સારી વાત એ છે કે પંતની આંગળી પર ફેક્ચર નથી થયું.
સંકળાયેલા મુદ્દાઓ