બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઢાળવાળી આઉટફિલ્ડ, રાખ ધરાવતો કળશ અને ઐતિહાસિક મ્યુઝિયમ, જાણો લોડ્સ ગ્રાઉન્ડની રોચક કહાની

ઈતિહાસ / ઢાળવાળી આઉટફિલ્ડ, રાખ ધરાવતો કળશ અને ઐતિહાસિક મ્યુઝિયમ, જાણો લોડ્સ ગ્રાઉન્ડની રોચક કહાની

Published By: Jay Bhatt

Last Updated: 01:34 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lords Cricket Ground : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ઐતિહાસિક લોડ્સના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ત્યારે આજે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનો સંપૂર્ણ ઇતિહાસ અને વર્તમાન માલિક કોણ છે તેના વિશે જાણીશું.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેને ક્રિકેટનું ગર્ભ પણ કહી શકાય છે. આ મેદાન ફક્ત ક્રિકેટનું જ નહીં પરંતુ રમતગમતની દુનિયાનું પણ એક ઐતિહાસિક પ્રતીક બની ગયું છે. વિશ્વના તમામ ક્રિકેટરોને આ મેદાન પર એકવાર રમવાની ઇચ્છા હોય જ છે. મોટાભાગના લોકો આ ગ્રાઉન્ડને ટેસ્ટ મેચ અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના સ્થળ તરીકે જાણે છે, જો કે લોર્ડ્સ ઘણી છુપાયેલી વિશેષતાઓ અને પરંપરાઓનું ઘર પણ છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આ મેદાન પર રમાઈ રહી છે, ત્યારે આ મેદાન ફરીથી ચર્ચામાં છે.

પરંપરા અને વારસાનું પ્રતીક

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ 200 વર્ષથી વધુ જૂનું એક ઐતિહાસિક મેદાન છે, જે માત્ર ટેસ્ટ મેચોનું મુખ્ય સ્થળ જ નથી, પરંતુ પરંપરા અને વારસાનું પ્રતીક પણ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ સૌથી ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ લોર્ડ્સમાં રમાઈ રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા આ ગ્રાઉન્ડનો પાયો એક ક્રિકેટરે નાખ્યો હતો, જેના પુત્રએ તેની આખી કારકિર્દીમાં માત્ર 18 રન બનાવ્યા હતા? હોમ ઓફ ક્રિકેટ ગણાતા આ મેદાન વિશે ચાલો જાણીએ રસપ્રદ વાતો.

કેવી રીતે પડ્યું 'લોર્ડ્સ' નામ

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની શરૂઆત થોમસ લોર્ડ દ્વારા કરવામાં આવી હતી, જે 18મી સદીના યોર્કશાયર ક્રિકેટર અને એક શાનદાર બોલર હતા. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેમણે 148 વિકેટ ઝડપી હતી. જોકે, તેમને ખરી ઓળખ ગ્રાઉન્ડના નિર્માતા તરીકે મળી હતી. તેમણે સ્ટેડિયમ બનાવ્યું જે પાછળથી વિશ્વ ક્રિકેટનું સૌથી પ્રતિષ્ઠિત ગ્રાઉન્ડ બન્યું.

લોર્ડ્સની સ્થાપના કેવી રીતે થઈ?

થોમસ લોર્ડે 1787માં, લંડનના મેરીલેબોનમાં પહેલું લોર્ડ્સ ગ્રાઉન્ડ (ડોર્સેટ સ્ક્વેર) બનાવ્યું હતું. જ્યારે તે મેદાનની ક્ષમતા ઓછી થવા લાગી, ત્યારે 1809માં તેને લિસન ગ્રોવ (રીજન્ટ્સ પાર્ક)માં ખસેડવામાં આવ્યું અને તેને મિડલ ગ્રાઉન્ડ કહેવામાં આવ્યું. જ્યારે રીજન્ટની નહેરનું નિર્માણ થયું, ત્યારે મેદાનની જમીન સંપાદિત કરવામાં આવી હતી. આ પછી થોમસ લોર્ડ પાછા ફર્યા અને વર્તમાન સ્થાન સેન્ટ જોન્સ વુડમાં જ ત્રીજું અને કાયમી મેદાન બનાવવામાં આવ્યું, જે આજે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે.

કોણ છે અસલી માલિક?

આજે લોર્ડ્સ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ની માલિકીનું છે. MCCની સ્થાપના પણ 1787માં થઈ હતી. MCC ફક્ત એક ક્લબ નથી, પરંતુ ક્રિકેટના નિયમોનું પણ સંરક્ષણ કરે છે. MCC દ્વારા 1788માં ક્રિકેટના પ્રથમ સત્તાવાર નિયમો બનાવવામાં આવ્યા હતા. આજે પણ, બધા ICC નિયમોનો પાયો MCCના સૂચનો દ્વારા જ કરવામાં આવે છે. હાલનું લોર્ડ્સ ગ્રાઉન્ડ મિડલ ગ્રાઉન્ડથી લગભગ 250 યાર્ડ (230 મીટર) ઉત્તર-પશ્ચિમમાં છે. આ ગ્રાઉન્ડમાં અંદાજે 31,100 દર્શકો મેચ નિહાળી શકે છે. MCCની ચાલી રહેલી રીડેવલપમેન્ટ યોજનાઓના ભાગરુપે 2017 અને 2022ની વચ્ચે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો.

વિશ્વનું સૌથી જૂનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનની અંદર MCC મ્યુઝિયમ છે, જેને વિશ્વનું સૌથી જૂનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં દુર્લભ ક્રિકેટ બેટ, જર્સી, એશિઝ સીરિઝની મૂળ રાખ ધરાવતો કળશ અને ઐતિહાસિક ડોક્યુમેન્ટ્સ છે. રસપ્રદ વાત તો એ છે કે મ્યુઝિયમમાં રાખવામાં આવેલી અનેક એવી વસ્તુઓ છે જે સામાન્ય લોકો માટે ખુલ્લી નથી, એટલે કે, તે એક ગુપ્ત અને ખૂબ જ ખાસ સંગ્રહ છે, જે ફક્ત પસંદગીના લોકોને જ બતાવવામાં આવે છે. આ માત્ર મ્યુઝિયમ જ નહીં, પરંતુ તે કોન્ફરન્સ, ક્રિસમસ પાર્ટીઓ અથવા કાર્યક્રમો માટેનું એક અનોખું સ્થળ પણ છે.

vtv app add

એશિઝનો મૂળ કળશ હંમેશા લોર્ડ્સમાં રહે છે

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટની સૌથી વિખ્યાત એશિઝ સીરિઝનો મૂળ 15 સે.મી.નો કળશ હંમેશા લોર્ડ્સ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે, પછી ભલે કોઈ પણ ટીમ સીરિઝ જીતે. ખેલાડીઓને આપવામાં આવેલો કળશ વાસ્તવિક નહીં પણ એક રિપ્લિકા (પ્રતિકૃતિ) હોય છે. 1882માં ઇંગ્લેન્ડની હાર પછી, સ્પોર્ટિંગ ટાઈમ્સે એક કટાક્ષપૂર્ણ શોક સંદેશ પ્રકાશિત કર્યો હતો, જેમાં 'Death of English cricket' એટલે કે ઇંગ્લીશ ક્રિકેટ મરી ગયું છે. અને મૃતદેહને દફનાવવામાં આવ્યો છે તેમજ એશિઝ (રાખ) ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે. અને પછીથી આ પરંપરા શરૂ થઈ.

લોર્ડ્સની નીચેથી પસાર થાય છે રેલવે ટનલ?

આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ નીચે રેલવે ટનલ છે. આ ટનલ 1894થી 1898ની વચ્ચે ગ્રેટ સેન્ટ્રલ રેલવે લાઇન માટે બનાવવામાં આવી હતી, જેથી ટ્રેનોને મેરીલેબોન સ્ટેશન સુધી લઈ જઈ શકાય. કુલ ત્રણ ટનલ બનાવવામાં આવી હતી, જેમાંથી પેસેન્જર ટ્રેનો હવે ફક્ત એક જ ટનલમાં દોડે છે. અહેવાલો અનુસાર, ટ્રેન લાઇન લોર્ડ્સની ખૂબ નજીકથી પસાર થાય છે પરંતુ સીધી જમીનની નીચે જતી નથી.

વધુ વાંચો : લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાને ઝટકો! રિષભ પંત ઘાયલ થતા મેચમાંથી બહાર

ઢાળવાળી છે મેદાનની આઉટફિલ્ડ

લોર્ડ્સના આઉટફિલ્ડમાં ઉત્તરથી દક્ષિણ તરફ 2.5 મીટરનો પ્રાકૃતિક ઢાળ છે, જે બોલની દિશા અને સ્પીડ તેમજ સ્વિંગને અસર કરે છે. લોર્ડ્સની પીચ પર હાજર પ્રાકૃતિક ઢાળ તેની સૌથી અનોખી વિશેષતાઓમાંની એક છે. આ ઢાળ પેવેલિયન એન્ડથી નર્સરી એન્ડ સુધી 2.5 મીટરનો ઊંચાઈનો તફાવત છે, જેનાથી બોલરોને મોટો ફાયદો થાય છે અને બેટરોને સાવધાની રાખવી પડે છે. આ ઢાળને કારણે, બેટરો બંને છેડે બેટિંગ કરતી વખતે ખૂબ કાળજીપૂર્વક રમવું પડે છે. જો હવામાન વાદળછાયું હોય, તો સ્વિંગ વધુ ખતરનાક બની જાય છે.

લોડ્સ ખાતે યોજાઈ હતી ઓલિમ્પિક ઇવેન્ટ

2012ની લંડન ઓલિમ્પિક્સમાં તીરંદાજી સ્પર્ધા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ ઇવેન્ટ 27 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ચાલી હતી અને લોર્ડ્સમાં પહેલી વાર કોઈ ઓલિમ્પિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાએ પુરુષો અને મહિલાઓની વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઇટાલીની પુરુષોની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વધુ વાંચો : કેએલ રાહુલ બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં સંભાળી કમાન

લોડ્સમાં મેચ પહેલા થાય છે "રિંગિંગ ધ બેલ"

લોડ્સ ટેસ્ટ મેચ પહેલા બેલ (ઘંટ) વગાડવાની પરંપરા ખૂબ જ ખાસ છે. આ પરંપરા 2007માં શરૂ થઈ હતી. દરેક ટેસ્ટ મેચના પહેલા દિવસે, રમત શરૂ થવાના બરાબર 5 મિનિટ પહેલા, લોર્ડ્સ પેવેલિયનમાં "બોલર્સ બાર"ની બહાર લાગેલો ઘંટ કોઈ પ્રખ્યાત વ્યક્તિત્વ દ્વારા વગાડવામાં આવે છે. આ પ્રક્રિયાને "રિંગિંગ ધ બેલ" કહેવામાં આવે છે, અને એક રીતે તે મેચની ઔપચારિક શરૂઆતનું પ્રતીક છે. તેનો હેતુ લોર્ડ્સની સમૃદ્ધ પરંપરાઓનું સન્માન કરવાનો અને ક્રિકેટના આ પવિત્ર મેદાનની ગરિમા વધારવાનો છે. આ વખતે આ સન્માન દિગ્ગજ સચિન તેંડુલકરને મળ્યું હતું.

લોડ્સનો ફાયર ટાઈમ

લોડ્સમાં પવન અને હવામાન વાળું એક વેધરવેન છે જેને ફાયર ટાઈમ કહેવામાં આવે છે. જે 1926માં ગ્રાન્ડ સ્ટેન્ડના શિલ્પી સર હર્બર્ટ બેકર દ્વારા લોર્ડ્સને સરપ્રાઈઝ ભેટ રુપે આપવામાં આવ્યું હતું. આ સમયનું નિરીક્ષણ કરે છે જેનો આકાર ફાધર ટાઇમ વિકેટ પરથી બેઇલ દૂર કરતા હોય તેવો છે.

ક્યારે રમાઈ હતી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ?

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 21 જુલાઈ 1884ના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાઈ હતી. જે 23 જુલાઈ 1884ના રોજ પૂર્ણ થઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડનો એક ઇનિંગ અને 5 રનથી વિજય થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

history of lords cricket ground Lords Cricket ground Mecca of Cricket

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ