બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાને ઝટકો! રિષભ પંત ઘાયલ થતા મેચમાંથી બહાર

સ્પોર્ટ્સ / લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાને ઝટકો! રિષભ પંત ઘાયલ થતા મેચમાંથી બહાર

Last Updated: 07:43 PM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોર્ડ્સમાં મેચના બીજા સત્રમાં રમત શરૂ થવામાં થોડો સમય જ થયો હતો જ્યારે ટીમ ઈન્ડિયાને આ આંચકો લાગ્યો. આ પહેલા પંતે દિવસના પહેલા સત્રમાં વિકેટ પાછળ 2 કેચ પકડીને ટીમને શરૂઆતની સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર, 10 જુલાઈના રોજ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર શરૂ થઈ હતી. પરંતુ પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાને એવો આંચકો લાગ્યો કે જેનાથી તેનું તણાવ વધી ગયું છે. આ શ્રેણીમાં પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી મજબૂત ભૂમિકા ભજવી રહેલા વાઇસ-કેપ્ટન ઋષભ પંતને મેચની વચ્ચે જ ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને પરત ફરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં, ધ્રુવ જુરેલને પંતની જગ્યાએ વિકેટકીપિંગ સંભાળવું પડ્યું.

ટેસ્ટી સીરીઝની ત્રીજી મેચના પહેલા દિવસે ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ પહેલા ફિલ્ડિંગ કરવી પડી. ટીમ ઈન્ડિયાને પહેલા સત્રમાં જ 2 સફળતા મળી, જેમાં પંતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી કારણ કે બંને વખત પંતે વિકેટ પાછળ કેચ પકડ્યા હતા. પરંતુ બીજા સત્રમાં, પંત લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો નહીં અને ઈજાને કારણે પરત ફરવું પડ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lord's test day 1 rishabh pant injured india vs england
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ