ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેએલ રાહુલ બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં સંભાળી કમાન

IND vs ENG / કેએલ રાહુલ બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં સંભાળી કમાન

Last Updated: 11:41 PM, 10 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોર્ડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે, કેએલ રાહુલને થોડા સમય માટે ટીમ ઈન્ડિયાની કમાન પોતાના હાથમાં લેવી પડી. આ બધું દિવસના છેલ્લા સત્રમાં થયું, જ્યારે અચાનક કેપ્ટન શુભમન ગિલને મેદાન છોડીને જવું પડ્યું.

ADVERTISEMENT

ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ પ્રવાસ પર સતત પ્રભાવિત કર્યા છે. ભલે તેણે હારથી શરૂઆત કરી હોય, પરંતુ બીજી જ મેચમાં જીત સાથે, ગિલે પોતાનો સ્કોર અને સિરીઝની બરાબરી કરી લીધી છે. તે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ તે જ સમયે તે કેપ્ટનશીપમાં પણ ધીમે ધીમે સુધારો કરી રહ્યો છે. પરંતુ લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન, કંઈક એવું બન્યું કે કેએલ રાહુલને તેના સ્થાને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવી પડી. પરંતુ આવું કેમ થયું?

GILL-HUNDRED

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર, 10 જુલાઈના રોજ લોર્ડ્સ ખાતે શરૂ થઈ. છેલ્લી બે મેચમાં પહેલા બેટિંગ કરનાર ટીમ ઈન્ડિયાને આ વખતે ફિલ્ડિંગથી શરૂઆત કરવી પડી. મેચની શરૂઆતથી જ કેપ્ટન ગિલ ટીમનું સંચાલન કરી રહ્યો હતો અને તેને આગળ લઈ જઈ રહ્યો હતો. પરંતુ ત્રીજા સત્રમાં કંઈક એવું બન્યું, જેના કારણે ઓપનર કેએલ રાહુલને ગિલની જગ્યાએ ટીમની કમાન સંભાળવી પડી.

pant

રાહુલને ટીમની કમાન કેમ મળી?

ત્રીજા સત્રમાં થોડો સમય રમ્યા પછી શુભમન ગિલને અચાનક મેદાન છોડવું પડ્યું. જોકે તે થોડીવાર પછી મેદાનમાં પાછો ફર્યો, પરંતુ આવા સમયે રાહુલ ટીમનો કેપ્ટન બની ગયો હતો અને આ સમય દરમિયાન જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, તે રાહુલે લીધા હતા. પરંતુ આવું થવાનું બીજું એક કારણ હતું. ખરેખર, ગિલના બહાર જવાની સ્થિતિમાં આ જવાબદારી ઉપ-કપ્તાન ઋષભ પંતના હાથમાં આવવાની હતી, પરંતુ પંત ​​પોતે બીજા સત્રમાં ઘાયલ થઈ ગયો અને મેદાનની બહાર ગયો અને તે પછી મેદાનમાં પાછો ફર્યો નહીં. આવી સ્થિતિમાં, ટીમના સિનિયર બેટ્સમેન અને રાહુલને કમાન સોંપવામાં આવી, જે પહેલા પણ કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.

વધુ વાંચો : લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાને ઝટકો! રિષભ પંત ઘાયલ થતા મેચમાંથી બહાર

પંતની ઈજા અંગે શું અપડેટ છે?

જો પંતની ઈજા વિશે વાત કરીએ તો, બીજા સત્રમાં જસપ્રીત બુમરાહનો બોલ રોકતી વખતે તેની ડાબી આંગળીમાં ઈજા થઈ હતી. પંતે ડાઇવ કરીને બોલ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેમ કરી શક્યો નહીં. આ પછી થોડી વારમાં જ તે મેદાન છોડીને ચાલ્યો ગયો. અપડેટ આપતાં BCCIએ કહ્યું કે મેડિકલ ટીમ પંતની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમના સ્થાને, ધ્રુવ જુરેલે બાકીના દિવસ માટે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી. આ દરમિયાન, તેણે રવિન્દ્ર જાડેજાના બોલ પર એક શાનદાર કેચ પણ લીધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaEnglandtestmatch KLRahul ShubmanGill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ