ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / શુભમન ગિલ ટેસ્ટ પછી હવે ODI કેપ્ટન! આ સિરીઝમાં રોહિત શર્માના બદલે સંભાળશે કમાન

સ્પોર્ટસ / શુભમન ગિલ ટેસ્ટ પછી હવે ODI કેપ્ટન! આ સિરીઝમાં રોહિત શર્માના બદલે સંભાળશે કમાન

Last Updated: 06:40 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shubman Gill ODI Captain: રોહિત શર્મા હવે ફક્ત ODI ફોર્મેટમાં જ કેપ્ટન છે. ભારતની આગામી ODI સિરીઝમાં શુભમન ગિલને કેપ્ટન બનાવવા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ADVERTISEMENT

Shubman Gill ODI Captain: રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિ પછી, શુભમન ગિલને તેમનો ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો. ગિલ, જે હવે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટસિરીઝ માં કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ હજુ સુધી ODI ફોર્મેટને અલવિદા કહ્યું નથી, પરંતુ ભારતીય ODI ટીમના કેપ્ટન બદલવાનો વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી ODI સિરીઝમાં, ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા નહીં પરંતુ શુભમન ગિલ કરી શકે છે.

GILL-1

હાલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, સ્ટ્રેટેજી એવી છે કે શુભમન ગિલ 2027 ના ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રોહિત કેટલો સમય સુધી પોતાની કેપ્ટનશીપ જાળવી શકશે. તે જ સમયે, એક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ભારત તેની આગામી ODI સિરીઝ રમશે, ત્યારે શુભમન ગિલ રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. જો આપણે વર્તમાન શીડ્યુલ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે તેની આગામી ODI શ્રેણી રમવાની છે.

ROHIT

શુભમન ગિલના અત્યાર સુધીના ODI કરિયર પર નજર કરીએ તો, તેણે 55 મેચોમાં 59.04 ની પ્રભાવશાળી સરેરાશથી 2,775 રન બનાવ્યા છે. તેના નામે ODI ક્રિકેટમાં 8 સદી અને 15 અડધી સદી પણ છે.

Vtv App Promotion

ટીમ ઈન્ડિયાની આગામી ODI સિરીઝ ક્યારે રમાશે?

ભારતીય ટીમની આગામી ODI સિરીઝ ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશ સાથે થવાની હતી, પરંતુ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશ સામે સફેદ બોલની શ્રેણી નહીં થાય, તો ટીમ ઇન્ડિયાની આગામી ODI સિરીઝઓકટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે હશે.

આ પણ વાંચો: ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ પછી મેઘરાજા ભૂક્કા બોલાવશે

વર્ષ 2025 ના અંત પહેલા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને પછી દક્ષિણ આફ્રિકા સામે ODI સિરીઝ રમવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian cricket team Shubhman gill Rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ