ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, આવતીકાલથી મેઘરાજા ભૂક્કા બોલાવશે

આગાહી / ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, આવતીકાલથી મેઘરાજા ભૂક્કા બોલાવશે

Last Updated: 06:11 AM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે અત્યાર સુધીમાં 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે.

ADVERTISEMENT

Gujarat Weather Forecast: ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. 13 જુલાઈથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બે સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

Rain-Forecast-03

ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે અત્યાર સુધીમાં 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Vtv App Promotion 2

આ પણ વાંચોઃ નર્મદા ડેમથી માંડીને નદીનાળા સુધી બધું જ છલોછલ, આને કહેવાય પાણીદાર ગુજરાત

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 63.37 ટકા જળ સંગ્રહ

જયારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 63.37 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 56.07 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 55.67 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46. 79 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56. 76 ટકા પાણીનો જથ્થો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Rain Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ