ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / CSKમાં કંઇક આવો હશે માહીનો રોલ! તો સંજૂ સેમસનની એન્ટ્રી બદલશે સમીકરણ

IPL 2026 / CSKમાં કંઇક આવો હશે માહીનો રોલ! તો સંજૂ સેમસનની એન્ટ્રી બદલશે સમીકરણ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:55 PM, 21 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે સીઝન શરૂ થાય તે પહેલા સૌથી મોટો પ્રશ્ન ધોનીને લઇને છે કે આગામી સીઝનમાં તેની ભૂમિકા શું હશે? તે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં ક્યાં ફિટ થશે?

ADVERTISEMENT

CSK IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ એકબીજાનું પર્યાય બની ગયું છે. આઈપીએલ 2026 નજીક આવતાં ફરી એકવાર ‘થાલા’ના ભવિષ્ય અને તેની ભૂમિકાને લઈને ચર્ચાઓ તેજ બની છે. 44 વર્ષની ઉંમરે પણ ધોનીનો કરિશ્મા યથાવત છે. પરંતુ હવે પ્રશ્ન તેની બેટિંગ પોઝિશન અને ટીમમાં તેના રોલને લઈને ઊભો થયો છે.

ધોનીનો કરિશ્મો હજુ યથાવત

થાલા, કેપ્ટન કૂલ, માસ્ટરમાઇન્ડ અને માહી જેવા અનેક ખિતાબોથી નવાજવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર IPLમાં મેદાનમાં ઉતરવા તૈયાર છે. 28 માર્ચથી શરૂ થનારી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે પોતાનો પ્રથમ મુકાબલો રમશે. ધોનીની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે કે તે મેદાનમાં આવે તે પહેલાં જ સ્ટેડિયમમાં ઉત્સાહની લહેર ફરી વળે છે. તેની માત્ર હાજરી જ મેચને ખાસ બનાવે છે.

શું આ ધોનીની છેલ્લી IPL સીઝન?

દરેક સીઝન સાથે એક પ્રશ્ન સતત ઊભો થાય છે. શું આ ધોનીની છેલ્લી IPL સીઝન હશે? જોકે ધોની હંમેશા આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા રહ્યા છે. તેના ચાહકો ઈચ્છે છે કે તે વધુ સીઝન રમે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેની ઉંમર અને ટીમ કોમ્બિનેશન બંને આ નિર્ણયને અસર કરે છે. તેમ છતાં ધોનીએ પોતે કહ્યું હતું કે “જો હું વ્હીલચેરમાં હોઉં તો પણ CSK મને મેદાનમાં લઈ જશે” જે તેની ટીમ પ્રત્યેની લાગણી દર્શાવે છે.

dhoni-news

વિકેટકીપિંગ અને ટીમ કોમ્બિનેશનની મુશ્કેલી

ચેન્નાઈ ટીમમાં હવે સંજુ સેમસન અને ઉર્વિલ પટેલ જેવા વિકેટકીપર વિકલ્પો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ધોનીની ભૂમિકા શું રહેશે તે મોટો પ્રશ્ન છે. શું તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે કે નિયમિત ખેલાડી તરીકે? ટીમ મેનેજમેન્ટ માટે આ એક મોટું ટેક્ટિકલ નિર્ણય બની શકે છે. કારણ કે એક તરફ યુવા ખેલાડીઓને તક આપવી છે, તો બીજી તરફ ધોનીનો અનુભવ પણ ટીમ માટે અમૂલ્ય છે.

બેટિંગ ઓર્ડર પર ઉઠતા પ્રશ્નો

છેલ્લા કેટલાક સીઝનમાં ધોની સતત નીચલા ક્રમમાં બેટિંગ કરવા ઉતરી રહ્યો છે. IPL 2025 દરમિયાન તેણે ઘણીવાર 7, 8 અને 9 નંબર પર બેટિંગ કરી હતી. આંકડાઓ મુજબ તેણે 14 મેચોમાં 13 ઇનિંગ્સમાં ભાગ લીધો. જેમાં તેણે મોટા ભાગે અંતિમ ઓવરોમાં બેટિંગ કરી. ખાસ વાત એ છે કે તે બે વખત 9મા ક્રમે પણ ઉતર્યો હતો. જે તેની કારકિર્દી માટે અસામાન્ય છે. ચાહકો અને નિષ્ણાતો બંને માને છે કે ધોનીએ ઉપરના ક્રમમાં બેટિંગ કરવી જોઈએ જેથી તે મેચ પર વધુ અસર પાડી શકે.

નિષ્ણાતોની સલાહ અને ચાહકોની અપેક્ષા

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સે પણ આ મુદ્દે ખુલ્લેઆમ અભિપ્રાય આપ્યો હતો. તેમના મતે ધોનીએ ઓછામાં ઓછા નંબર 6 અથવા ક્યારેક 5 પર બેટિંગ કરવી જોઈએ. ચેપોક સ્ટેડિયમના ચાહકો પણ આ જ ઈચ્છા ધરાવે છે. જ્યારે ધોની બેટિંગ માટે આવે છે ત્યારે સ્ટેડિયમનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.રવિન્દ્ર જાડેજાએ પણ એક વખત કહ્યું હતું કે ચાહકો ઈચ્છે છે કે તે વહેલો આઉટ થાય જેથી ધોનીને બેટિંગ કરતા જોઈ શકે. આ વાત ધોનીના પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

આગળનો માર્ગ: ઈમ્પેક્ટ કે લીડરશિપ?

હાલમાં ચેન્નાઈ ટીમમાં રુતુરાજ ગાયકવાડ, ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓ છે. જેના કારણે બેટિંગ ઓર્ડર પહેલેથી જ મજબૂત છે. આથી ધોની માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નીચલા ક્રમમાં આવીને ઝડપી રન બનાવવાનો વિકલ્પ યોગ્ય લાગી શકે છે. પરંતુ વિરોધી ટીમો હવે તેની વ્યૂહરચનાને સમજી ચૂકી છે અને ખાસ કરીને સ્પિન બોલિંગનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: IPL પહેલા 2 મેચોના શેડ્યૂલનું BCCI દ્વારા એલાન, જુઓ ક્યારે કોની સામે ટક્કર?

vtv app promotion

આખરે પ્રશ્ન એ નથી કે ધોની ક્યાં બેટિંગ કરે છે. પરંતુ એ છે કે શું તે ફરી એકવાર પોતાની જૂની ઝલક દેખાડી શકે છે? ‘હેલિકોપ્ટર શોટ’ સાથે મેચ ફિનિશ કરવાની તેની ક્ષમતા આજે પણ ચાહકોને આશા અપાવે છે. ધોની અને CSKનો સંબંધ માત્ર ખેલાડી અને ટીમનો નથી. તે એક લાગણી છે, જે આઈપીએલને વધુ વિશેષ બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 MS Dhoni CSK team

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ