ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG : મુંબઈમાં સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા માટે સામે આવ્યા ગુડ ન્યૂઝ

T20 World Cup / IND vs ENG : મુંબઈમાં સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા માટે સામે આવ્યા ગુડ ન્યૂઝ

Published By: Priyankka Triveddi

Last Updated: 12:31 PM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs ENG T 20 World Cup: આગામી 5 માર્ચના રોજ T 20 World Cup 2026 અંતર્ગત મુંબઈના વનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ રમાવાની છે. ત્યારે આ સેમિફાઇનલ પહેલા જ ટીમ ઇન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

ADVERTISEMENT

India vs England Mumbai Weather Update : ICC T20 World Cupના બીજા સેમિફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને ટકરાશે. આ મહત્વપૂર્ણ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. મેચ પહેલા વરસાદની આશંકાને કારણે ચિંતા હતી. કારણ કે આ ટૂર્નામેન્ટમાં અગાઉ પણ કેટલીક મેચ વરસાદને કારણે રદ થઈ ચૂકી છે.

જો વરસાદને કારણે સેમિફાઇનલ રદ થાય તો ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડી શકે છે. જોકે હવે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર મળ્યા છે. 5 માર્ચે મુંબઈમાં વરસાદની શક્યતા 0 ટકા બતાવવામાં આવી છે. દિવસભર આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે. એટલે મેચ નિરાંતે પૂર્ણ થવાની સંભાવના વધારે છે.

હવામાન મુજબ તે દિવસે તાપમાન 25°C થી 28°C વચ્ચે રહેશે. ભેજનો સ્તર આશરે 35% આસપાસ રહેવાની ધારણા છે. એટલે ખેલાડીઓ અને દર્શકોને વધારે ભેજનો તકલીફદાયક અનુભવ થવાની શક્યતા ઓછી છે. આમ હવામાન ક્રિકેટ માટે અનુકૂળ રહેશે.

ઉત્તર દિશાથી લગભગ 18 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. સાંજના સમયે આ ઠંડી હવા માહોલને વધુ આનંદદાયક બનાવશે. આવી પરિસ્થિતિમાં ખેલાડીઓને રમત રમવામાં સરળતા રહેશે અને દર્શકો પણ મેચનો આનંદ લઈ શકશે.

આ પણ વાંચો: ...તો એક જ દિવસમાં રમાશે બે સેમિફાઇનલ! જાણો શું છે ICCનો આ નિયમ?

Vtv App Promotion

તમારી માહિતી માટે ICC દ્વારા સેમિફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો 5 માર્ચે કોઈ કારણસર મેચ નહીં રમાઈ શકે તો 6 માર્ચે મેચ યોજાશે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ મેચ શક્ય નહીં બને તો ICCના નિયમો મુજબ ટીમ ઈન્ડિયા બહાર થઈ શકે છે અને ઇંગ્લેન્ડને સીધો ફાઇનલમાં પ્રવેશ મળી શકે છે. તેથી આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs England Mumbai Weather Update ICC T20 World Cup

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ