બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આફ્રિકા સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક બેટર થયો બહાર
Last Updated: 07:46 AM, 26 October 2025
Shreyas Iyer Injury Update: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વનડે ટીમના નવા વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરને સિડનીમાં ત્રીજી વનડે દરમિયાન ઇજા થઈ. હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયરને ડાબી પાંસળીમાં ઇજા થઈ ગઈ. ત્યારે હવે પ્રારંભિક રિપોર્ટ્સ સૂચવે છે કે તેને ઓછામાં ઓછું ત્રણ અઠવાડિયા સુધી મેદાનની બહાર રહેવું પડી શકે છે.
ADVERTISEMENT
શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે મેચ રમાઈ. આ દરમિયાન જયારે શ્રેયસ ઐયર ડીપ સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. કેરીનો શોટ તેની તરફ ખૂબ જ ઝડપથી આવ્યો, અને તેણે શાનદાર ડાઇવ મારીને કેચ પકડી લીધો, પરંતુ આ દરમિયાન તેની પાંસળીમાં જોરદાર ઝટકો લાગ્યો. તરત જ મેડિકલ ટીમ મેદાનમાં આવી અને ઐયરને સ્કેન માટે સિડનીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
A STUNNER FROM VICE CAPTAIN SHREYAS IYER. 🥶 pic.twitter.com/zY5ENqGg6D
— Johns. (@CricCrazyJohns) October 25, 2025
ADVERTISEMENT
એક અહેવાલમાં BCCIના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું કે 'શ્રેયસને મેચ દરમિયાન જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. શરૂઆતના સ્કેનમાં સામે આવ્યું છે કે તેને પાંસળીમાં ઇજા થઈ છે. તેને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો આ હેરલાઇન ફ્રેક્ચર નીકળ્યું, તો રિકવરીમાં વધુ સમય લાગી શકે છે.' માહિતી પ્રમાણે, ઐયરની વાપસી પછી તેને સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરવો પડશે, જ્યાં તેની ફિટનેસની આગળની તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા પછી જ નક્કી થશે કે તે ટીમ ઇન્ડિયામાં ક્યારે વાપસી કરી શકે છે.
ADVERTISEMENT
Shreyas Iyer with a brilliant running catch as Harshit Rana gets rid of Alex Carey.
— BCCI (@BCCI) October 25, 2025
Live - https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/YWYOkMp6ni
ADVERTISEMENT
આ ઇજાને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં ઐયર રમશે, તે અંગે શંકા છે. ભારતની પહેલી વનડે 30 નવેમ્બરે રાંચીમાં રમાશે અને હાલમાં તે અનિશ્ચિત છે કે ઐયર ત્યાં સુધીમાં ફિટ થઈ જશે કે નહીં. BCCIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રેયસ ઐયર રાંચી વનડે માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે અંગે હાલ કશું કહી શકાય નહીં. બધું મેડિકલ રિપોર્ટ પર નિર્ભર રહેશે."

ADVERTISEMENT
શ્રેયસ ઐયર તાજેતરના મહિનાઓમાં ભારતીય વનડે ટીમનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ તેને વાઇસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની બેટિંગ મિડલ ઓર્ડરને સ્થિરતા આપે છે અને હાલની મેચોમાં તેણે કેટલીક મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. પરંતુ હવે આ ઇજાને કારણે ટીમ મેનેજમેન્ટની ચિંતાઓમાં વધારો થયો છે, ખાસ કરીને સાઉથ આફ્રિકા સામેની પડકારજનક સીરીઝ પહેલા.
આ પણ વાંચો: રોહિતે ધોનીને રાખી દીધો પાછળ, સદી ફટકારતા મળ્યું ખાસ ઈનામ, ચાહકોમાં ખુશીની લહેર
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સીરીઝ 1-2 પર ખતમ થઈ. ભારત ફક્ત છેલ્લી મેચ જીતી શક્યું. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, જેના કારણે ભારત 9 વિકેટથી જીત્યું. ટીમ ઇન્ડિયાએ હવે પાંચ મેચની T20 સીરીઝ રમવાની છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.