બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિતે ધોનીને રાખી દીધો પાછળ, સદી ફટકારતા મળ્યું ખાસ ઈનામ, ચાહકોમાં ખુશીની લહેર

ક્રિકેટ / રોહિતે ધોનીને રાખી દીધો પાછળ, સદી ફટકારતા મળ્યું ખાસ ઈનામ, ચાહકોમાં ખુશીની લહેર

Published By: Nirav Kumar

Last Updated: 01:39 AM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે અનેક રેકોર્ડ પણ ધ્વસ્ત થયા છે. જેમાં રોહિતે સદી સાથે રેકોર્ડ બનાવ્યા હતા. જેમાં ધોનીનો એક રેકોર્ડ પણ તૂટ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીતથી ભારતનું વ્હાઇટ વોશ થતા બચી ગયું. જેમાં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગ્જ પ્લેયર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. રોહિત શર્માએ તેમાં અણનમ 121 રન માર્યા હતા. આ 3 મેચની સિરીઝમાં રોહિતે એક સદી અને એક અડધી સદી સાથે તેને 101ની એવરેજથી 202 રન બનાવ્યા હતા. રોહિતના શાનદાર પરફોર્મન્સના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. જેથી તેને એમએસ ધોનીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો.

  • ધોનીનો તોડ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર બધાનું ફોકસ હતું. રોહિત એના માટે મુંબઈમાં જોરદાર પ્રેક્ટિસ પણ કરી હતી. આ સિરીઝની પહેલી મેચમાં તે 8 જ રન બનાવી શક્યો હતો.પરંતુ બીજી અને ત્રીજી મેચમાં તે જુના ફોર્મમાં જોવા મળ્યો હતો. ત્રણ મેચમાં 202 રન બનાવવા પર તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો ત્યારે તે આ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય પ્લેયર બન્યો છે. રોહિત પહેલા આ રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો, જેને 37 વર્ષ અને 194 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો.

vtv app promotion
  • ભારત તરફથી પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતવાની ઉંમર
  1. રોહિત શર્મા - 38 વર્ષ 178 દિવસ
  2. એમએસ ધોની - 37 વર્ષ 195 દિવસ
  3. સુનીલ ગાવસ્કર - 37 વર્ષ 191 દિવસ

વધુ વાંચો : સિડની વનડેમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, તૂટી ગયો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ

  • સુનિલ ગાવસ્કરને છોડ્યા પાછળ
    સિડની વનડેમા રોહિત શર્માને 121 રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે રોહિત હવે આ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય પ્લેયર બની ગયો છે. રોહિત પહેલા સુનિલ ગાવસ્કર આ લિસ્ટમાં ટોપ પર હતા, જેમાં તેમને 38 વર્ષ અને 113 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Player Of The Series Rohit Sharma Australia vs India

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ