બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સિડની વનડેમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, તૂટી ગયો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ / સિડની વનડેમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, તૂટી ગયો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ

Published By: Nirav Kumar

Last Updated: 08:14 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અણનમ 74 રન મારીને એક સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યા છે. પહેલી બે મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થનારા કોહલીએ આ મેચમાં રોહિત સાથે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડેમાં જીત થઇ છે. જેમાં કોહલી ફોર્મમાં પરત ફર્યો હતો. અગાઉની બે મેચમાં કોહલી ઝીરો પર આઉટ થઇ ગયો હતો. કોહલીએ આ મેચમાં અણનમ 74 રન માર્યા હતા. રોહિતે પણ સદી ફટકારી હતી જેથી ભારત 9 વિકેટથી જીત્યું હતું. કોહલીએ રોહિત શર્મા સાથે બીજી વિકેટ માટે 168 રનની પાર્ટનશીપ કરી હતી. આ ઇનિંગ સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

  • લિમિટેડ ઓવરમાં હાઈએસ્ટ રન
    માસ્ટર બ્લાસ્ટર સચિનના નામે અનેક વર્લ્ડ રેકોર્ડ છે. જેમાં કોહલીએ અમુક રેકોર્ડ તોડ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડેમાં કોહલીએ વધુ એક રેકોર્ડ તોડ્યો હતો. કોહલી હવે સચિન તેંડુલકરને પાછળ છોડીને ઇન્ટરનેશનલ લિમિટેડ  ઓવરોના ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બન્યો છે. સચિન તેંડુલકરે તેના કરિયરમાં ODI અને T20 ઇન્ટરનેશનલ સહિત કુલ 18,436 રન બનાવ્યા છે. તો કોહલીએ હવે 18,443 રન બનાવીને સચિનને પાછળ છોડી દીધો છે.
vtv app promotion
  • રન ચેઝમાં હાઈએસ્ટ ફિફ્ટી
    આ મેચમાં કોહલીએ ODIમાં રન ચેઝ કરતી વખતે અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી મારવાનો સચિનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.  જેમાં વિરાટે ODI રન ચેઝ દરમિયાન સૌથી વધુ પચાસ-પ્લસ સ્કોર (70)ના સંદર્ભમાં સચિન તેંડુલકર (69 પચાસ-પ્લસ સ્કોર)ને પણ પાછળ છોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા સામે 51 ઇનિંગ્સમાં કોહલીનો આ 24મો પચાસ-પ્લસ સ્કોર (8 સદી અને 16 પચાસ-પ્લસ સ્કોર) છે, જે સચિન (70 ઇનિંગ્સમાં 24 આવા સ્કોર) સાથે સંયુક્ત રીતે સૌથી વધુ છે.

વધુ વાંચો : રોહિતે બનાવ્યો ખાસ રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કરનાર બન્યો માત્ર ત્રીજો ભારતીય

  • ODIમાં સેકન્ડ હાઈએસ્ટ રન
    વિરાટ કોહલીએ 74 રનની ઇનિંગ સાથે બીજો રેકોર્ડ પણ બનાવ્યો છે. કોહલી વનડેમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. અત્યારે સચિન તેંડુલકર 18,426 રન સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. કોહલી હવે 14,255  રન સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે, તેને શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે, જેના ODI ફોર્મેટમાં કુલ 14,234 રન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Records Highest Run Virat Kohli

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ