બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિતે બનાવ્યો ખાસ રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કરનાર બન્યો માત્ર ત્રીજો ભારતીય
Last Updated: 04:45 PM, 25 October 2025
સિડનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા ત્રીજા વનડે મેચમાં રોહિત શર્માએ શાનદાર શતક ફટકાર્યું છે. આ ઇનિંગ્સ સાથે રોહિતે ફક્ત મેચ જ નહીં, પરંતુ અનેક રેકૉર્ડ્સ પણ તોડી નાંખ્યા છે. આ શતક સાથે રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, ટી20) પોતાનું 50મું શતક પૂરું કર્યું છે. આ ઉપલબ્ધિ સુધી પહોંચનારા રોહિત સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બાદ ત્રીજા ભારતીય ખેલાડી બન્યા છે.
ADVERTISEMENT
𝗛𝗮𝗹𝗳 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 𝗼𝗳 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗜𝗘𝗦 💯
— BCCI (@BCCI) October 25, 2025
Rohit Sharma adds another special milestone to his terrific international career 🫡
Updates ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 pic.twitter.com/85cHsVDnmU
ADVERTISEMENT
રોહિતે વનડેમાં 2 વર્ષ પછી શતક ફટકાર્યું છે. છેલ્લે તેમણે 2023ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે શતક બનાવ્યું હતું. સિડનીની ઇનિંગ્સે ફરી સાબિત કર્યું કે “હિટમેન” હજી પણ પૂરા ફોર્મમાં છે.
𝐇.𝐔.𝐍.𝐃.𝐑.𝐄.𝐃. 💯
— BCCI (@BCCI) October 25, 2025
Take a bow, Rohit Sharma! 🙇♂
ODI century no. 3️⃣3️⃣ for the #TeamIndia opener👏
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | @ImRo45 pic.twitter.com/vTrIwKzUDO
ADVERTISEMENT
આ શતક સાથે રોહિતે ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ વનડે શતક બનાવનારા વિદેશી ખેલાડીઓમાં વિરાટ કોહલી અને કુમાર સંગકારાને પાછળ છોડ્યા છે.
ADVERTISEMENT
📸📸
— BCCI (@BCCI) October 25, 2025
A Ro𝙝𝙞𝙩 Sharma special in Sydney ⭐️
Updates ▶ https://t.co/omEdJjQOBf#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 pic.twitter.com/EA9cGdui7G
ADVERTISEMENT
ADVERTISEMENT
રોહિત હવે વિશ્વના માત્ર 10મા એવા ક્રિકેટર બન્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 50 શતકનો આંકડો પાર કર્યો છે. સિડનીમાં રમાયેલી આ પારી બાદ ચાહકો સોશિયલ મીડિયા પર રોહિતની વખાણ કરી રહ્યાં છે. ઘણા ફેન્સે લખ્યું કે, કૅપ્ટન્સી જાય તો શું, ક્લાસ હજી પણ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.