ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / '...જેથી તે સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે', બુમરાહની ફિટનેસ પર ભારતના પૂર્વ કોચે BCCIને આ શું કહ્યું?

સ્પોર્ટ્સ / '...જેથી તે સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે', બુમરાહની ફિટનેસ પર ભારતના પૂર્વ કોચે BCCIને આ શું કહ્યું?

Published By: Vidhata Gothi

Last Updated: 08:30 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jasprit Bumrah: હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સાથે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમી રહી છે, જેમાં જસપ્રીત બુમરાહ બે મેચમાં રમ્યા છે અને હવે એક જ મેચમાં રમશે. દરમિયાન સોહમ દેસાઈએ જસપ્રીત બુમરાહ વિશે BCCI ને એક સલાહ આપી છે.

ADVERTISEMENT

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહનું વર્કલોડ મેનેજમેન્ટ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રાથમિકતાઓમાં સામેલ છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયા સાથે ગયેલા આ સુપરસ્ટાર ફાસ્ટ બોલરને રમાડવાને લઈને સંપૂર્ણ સાવધાની રાખવામાં આવી રહી છે. તે પાંચમાંથી ફક્ત ત્રણ ટેસ્ટ રમશે. અત્યાર સુધી, તેણે પહેલી અને ત્રીજી મેચ રમી છે. એવું માનવામાં અવી રહ્યું છે કે તે ચોથી ટેસ્ટ રમશે જે સીરીઝમાં તેની છેલ્લી મેચ હશે. દરમિયાન, પાંચ વર્ષ સુધી ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ રહેલા સોહમ દેસાઈએ જસપ્રીત બુમરાહ વિશે BCCI ને એક સલાહ આપી છે. તેમનું કહેવું છે કે આ બોલરને રમાડવા માટે એક યોગ્ય યોજના બનાવવાની જરૂર છે.

jasprit-bumrah

સોહમ દેસાઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ટીમ ઇન્ડિયાથી અલગ થઈ ગયા. તેમનો કાર્યકાળ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે ખતમ થઈ ગયો. એક ઇન્ટરવ્યુમાં તેમણે બુમરાહ વિશે કહ્યું, હું તેમની સાથે 2014થી છું. ત્યારે તે ગુજરાત માટે રમતો હતો અને ACL ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો. તે એક ખાસ, પ્રતિભાશાળી ખેલાડી છે જેણે પોતાની અલગ ઓળખ બનાવવા માટે સખત મહેનત કરી છે. આવા ખેલાડીઓને સંભાળવા માટે, આપણને એક સંયુક્ત, સામૂહિક અને સહયોગી અભિગમની જરૂર છે જેમાં લાંબા ગાળાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે અને તેની આસપાસના લોકોમાં નિરંતરતા રહે.

vtv app promotion

સોહમ દેસાઈએ આપ્યું ન્યુઝીલેન્ડ રગ્બી ટીમ અને પેટ કમિન્સનું ઉદાહરણ

સોહામ દેસાઈએ ન્યુઝીલેન્ડ રગ્બી ટીમનું ઉદાહરણ આપતાં કહ્યું,

"ઓલ બ્લેક્સ કહેવાતી ન્યુઝીલેન્ડ લોકપ્રિય રગ્બી ટીમ પાસે એક દાયકા (10 વર્ષ) સુધી ફક્ત એક જ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ હતો અને જ્યારે ખેલાડીઓ તેમના રાજ્યોમાં જતા હતા ત્યારે પણ તે તેમની તૈયારી પર નજર રાખતો હતો. એક વ્યક્તિ, એક ટીમ, એક અભિગમ, એક ઉદ્દેશ્ય વર્ષો સુધી સાથે રહ્યો. આવું જ કંઈક પેટ કમિન્સ સાથે પણ બન્યું. તેની કારકિર્દીની શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પછી તેને પાછળ લાવવામાં આવ્યો અને વ્યાવસાયિકોની એક ટીમે તેની સાથે બે થી ચાર સીઝન સુધી કામ કર્યું. બુમરાહ એક પ્રકારની સંપત્તિ છે જેની ચતુરાઈથી સંભાળ રાખવાની જરૂર છે. એક નાની ટીમની જરૂર છે જે તેને સંભાળે અને તૈયાર કરે જેથી તે વર્ષમાં કેટલીક તકો આવે ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે અને બાકીના સમયે તેની સાથે ચતુરાઈથી કામ કરે."

આ પણ વાંચો: એ બેટ્સમેન, જેના નામે એક જ મેચમાં 200થી વધુ બોલ રમવાનો છે રેકોર્ડ, નોંધાયો ઇતિહાસ

બુમરાહને અત્યાર સુધીમાં બે વાર પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તેમની કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. આને ધ્યાનમાં રાખીને, હવે તેમના વર્કલોડ મેનેજમેન્ટ પર ગંભીરતાથી કામ કરવામાં આવી રહ્યું છે. બે વાર પીઠની ઇજાને કારણે જસપ્રીત બુમરાહની કારકિર્દીનો અંત નજીક હતો. 2023માં આ ઇજાને કારણે તેને સર્જરી કરાવવી પડી હતી અને 2024માં લગભગ ત્રણ-ચાર મહિના માટે ક્રિકેટ છોડી દેવી પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Soham Desai Ind vs Eng Jasprit Bumrah

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ