ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એ બેટ્સમેન, જેના નામે એક જ મેચમાં 200થી વધુ બોલ રમવાનો છે રેકોર્ડ, નોંધાયો ઇતિહાસ

ક્રિકેટ / એ બેટ્સમેન, જેના નામે એક જ મેચમાં 200થી વધુ બોલ રમવાનો છે રેકોર્ડ, નોંધાયો ઇતિહાસ

Published By: Nidhi Panchal

Last Updated: 08:21 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવો રેકોર્ડ જે પચાસ વર્ષ થવા આવ્યા છતાં આજે પણ અટૂટ છે...એક એવી ઇનિંગ જેનાથી એક આખી ટીમનો ભાગ્ય બદલાઈ ગયું – જાણો કોણ હતો એ અનોખો બેટ્સમેન?

ADVERTISEMENT

આજકાલ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટનો બહુ જ મજાનો માહોલ છવાયો છે. દરેક શહેરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ટેસ્ટ ફોર્મેટની ચર્ચા જોવા મળી રહી છે. ભારતે પણ પોતાની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમવાની છે અને તે માટે 20 જુલાઈથી તૈયારી શરૂ થવાની છે. ત્યારે એક એવા રેકોર્ડની વાત કરીએ જે આજે પણ તૂટ્યો નથી અને જે વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે.

gluner-2

આ રેકોર્ડ છે ODI ઇતિહાસમાં સૌથી વધુ બોલ રમવાનો. એક અહેવાલ અનુસાર 1975ના વર્લ્ડ કપ દરમિયાન બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ન્યૂઝીલેન્ડના દાયકાદાર બેટ્સમેન ગ્લેન ટર્નરે 200 બોલ રમીને અણનમ 171 રનની ઇનિંગ રમી હતી. તે સમયે ODIs 60 ઓવરના હતા એટલે કે 360 બોલની ઇનિંગ. ન્યૂઝીલેન્ડ સામે પૂર્વ આફ્રિકા મેદાને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતી ન્યૂઝીલેન્ડની ટીમ માટે ટર્નર શરૂઆતથી અંત સુધી પિચ પર મજબૂતીથી ટકી રહ્યા હતા. 60 ઓવરની આખી ઇનિંગ ટર્નરે રમી હતી અને આ દરમ્યાન 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 171 રન કર્યા હતા.

gluner

ટર્નરને 'મેન ઓફ ધ મેચ' જાહેર

આજના યુગમાં જયારે ઝડપી રન બનાવવાનો ટ્રેન્ડ છે, ત્યારે ટર્નરની આ ઇનિંગ ધીમી લાગી શકે, પરંતુ તે સમય માટે આ ઇનિંગ ટીમ માટે મજબૂત આધાર સાબિત થઈ હતી. ન્યૂઝીલેન્ડે 60 ઓવરમાં મજબૂત સ્કોર ઊભો કર્યો હતો અને બદલામાં પૂર્વ આફ્રિકાની ટીમ માત્ર 128 રન બનાવી શકી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે આ મેચ 181 રનથી જીતીને ટર્નરની ઇનિંગને વિજયમાં પરિવર્તિત કરી દીધી હતી. ટર્નરને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.

app promo3

આ પણ વાંચો : VIDEO: આઉટ કે નોટ આઉટ? આ શખ્સે બધાને કન્ફ્યૂઝ કરી દીધા! વીડિયો વાયરલ

ટર્નર પછી સૌથી વધુ બોલ રમનાર બેટ્સમેન તરીકે 2007માં કેનેડાના આશિષ બગાઈએ 172 બોલમાં 137 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના બિલ એથીએ પણ 172 બોલમાં 142 રન બનાવ્યા હતા. રોહિત શર્માની 2014માં રમાયેલી 173 બોલમાં 264 રનની ઇનિંગ આજે પણ યાદગાર છે. પરંતુ આ બધાની વચ્ચે ટર્નરના 200 બોલ હજી પણ એક અનોખો રેકોર્ડ તરીકે અખંડ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Glenn Turner 1975 World Cup record most balls

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ