બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ગિલ નહીં, આ ખતરનાક બેટ્સમેન વનડેમાં બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર

IND vs SA / ગિલ નહીં, આ ખતરનાક બેટ્સમેન વનડેમાં બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર

Vidhata Gothi

Last Updated: 10:43 AM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs SA ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ 30 નવેમ્બરથી શરૂ થશે. આ માટે BCCIએ ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયર ઇજાને કારણે આ સીરીઝથી બહાર રહેશે.

India vs South Africa ODI Series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટીએ સાઉથ આફ્રિકા સામેની આ ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઇજાને કારણે ODI સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. જયારે ઓસ્ટ્રેલિયા સીરીઝ દરમિયાન થયેલી ઇજાને કારણે વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર પણ ODI ટીમમાંથી બહાર છે.

આ ખતરનાક બેટ્સમેન બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર!

હવે સૌથી મોટો સવાલ એ છે કે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સીરીઝમાં શુભમન ગિલની ગેરહાજરીમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે. ભારતની ODI ટીમમાં યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને ઓપનિંગ બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જો કે બંને ખેલાડીમાંથી યશસ્વી જયસ્વાલનું પલડું ભારે દેખાઈ રહ્યું છે અને તે સાઉથ આફ્રિકા સામેની આ ODI સીરીઝમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલ પોતાના આકાશી છગ્ગાથી તોફાન મચાવી દે છે. ક્રીઝ પર આવતાની સાથે જ યશસ્વી જયસ્વાલ શ્રેષ્ઠ બોલરોને ધોવાનું શરૂ કરી દે છે.

Yashasvi-Jaiswal

વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાઉથ આફ્રિકા સામેની ODI સીરીઝમાં કહેર મચાવવા માટે ઉત્સુક છે. યશસ્વી જયસ્વાલ ડાબા હાથનો બેટ્સમેન છે, જ્યારે રોહિત શર્મા જમણા હાથનો બેટ્સમેન છે. ટીમ ઇન્ડિયા માટે આ ડાબા હાથનું અને જમણા હાથનું ઓપનિંગ કોમ્બિનેશન સાઉથ આફ્રિકા સામેની ODI સીરીઝમાં સુપરહિટ સાબિત થશે. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે માત્ર એક જ ODI રમી છે, જેમાં તેણે 15 રન બનાવ્યા છે.

vtv app promotion

T20 અને ટેસ્ટમાં રેકોર્ડ

યશસ્વી જયસ્વાલે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 36.15ની સરેરાશ અને 164.32ના સ્ટ્રાઈક રેટથી 723 રન બનાવ્યા છે, જેમાં 82 ચોગ્ગા અને 38 છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, યશસ્વી જયસ્વાલે 28 ટેસ્ટ મેચોમાં 49.93ની સરેરાશથી 2447 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જેમાં 2 બેવડી સદી પણ સામેલ છે.

આ પણ વાંચો: 'ભારતે ટેસ્ટ જીતવી હશે તો...', રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાને સલાહ, જુઓ શું કહ્યું

સાઉથ આફ્રિકાની વનડે સીરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રૂતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma India vs South Africa ODI Series IND vs SA
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ