બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'ભારતે ટેસ્ટ જીતવી હશે તો...', રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાને સલાહ, જુઓ શું કહ્યું
Last Updated: 08:54 AM, 24 November 2025
હાલમાં ભારત અને સાઉથ આફ્રિકામાં બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. ગુવાહાટી ટેસ્ટની પહેલી ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ 489 રન કરીને મેદાન પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે જો હવે આ ટેસ્ટ જીતવી હશે તો જબરદસ્ત પ્રદર્શન કરવું પડશે. એવામાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને આ ટેસ્ટ જીતવા માટે એક વિચિત્ર સલાહ આપી છે.
ADVERTISEMENT

રવિ શાસ્ત્રીનું કહેવું છે કે ભારતીય બેટ્સમેનોએ વધુ સમય બગડ્યા વિના ઝડપથી રન બનાવવા જોઈએ, જો જરૂર પડે તો સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ કરતા પણ ઓછા સ્કોર પર પોતાની ઇનિંગ જાહેર કરી દેવી જોઈએ. જેથી તેઓ બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકાને ઝડપથી આઉટ કરીને ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે. જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં, ભારતે બીજી ઇનિંગમાં વિરોધી ટીમના સ્કોર કરતા ઓછા સ્કોર પર પોતાની ઇનિંગ જાહેર કરી છે, અને તેમાંથી કોઈ પણ મેચમાં ભારત જીત્યું નથી. ભારત એક મેચ હારી ગયું છે, જ્યારે ત્રણ મેચ ડ્રો થઈ છે.
ADVERTISEMENT

રવિ શાસ્ત્રીએ કહ્યું, "ટેકનિકલી, ભારતે કાલે નિર્ણય લેવો પડશે. જુઓ કે તેઓ નવા બોલને કેવી રીતે હેન્ડલ કરે છે, પછી રમતને આગળ વધારો અને જીત મેળવો. તેમણે નિર્ણયો લેવા પડશે, જેનો અર્થ છે કે તમારે કદાચ પહેલા ડિક્લેર કરવું જોઈએ અને પછી બીજી ઇનિંગમાં વિરોધી ટીમને ઝડપથી આઉટ કરવાનો પ્રયાસ કરો." તેમણે આગળ કહ્યું, "તમારે આ ચાન્સ લેવા પડશે. તમે 489 રનથી વધારે બેટિંગની રાહ ન જોઈ શકો - એમાં વધારે સમય લાગશે. તેમને 80, 90, 100 રન પાછળ પણ ડિકલેર કરવું પડી શકે છે અને જુઓ કે આનું પરિણામ શું આવે છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સ હવે જયપુરમાં મેચ નહીં રમે! IPL 2026 પહેલા મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં 33 વાર ટીમોએ બીજી ઇનિંગમાં પાછળ રહીને ઇનિંગ ડિકલેર કરી છે, પરંતુ તેમાંથી ફક્ત ત્રણ વખત જ જીત થઈ છે. ભારતે આવું ચાર વખત કર્યું છે, પરંતુ આમ કર્યા પછી ક્યારેય જીત્યું નથી. તેમને એકમાત્ર હાર 1948માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે થઈ હતી, જ્યારે તેઓએ 103 રન ઓછા પર ઇનિંગ જાહેર કરી હતી. બાકીની ત્રણ વખત - ફૈસલાબાદ (1978)માં પાકિસ્તાનથી 41 રન પાછળ, કાનપુર (1982)માં ઇંગ્લેન્ડથી 1 રન પાછળ, અને નાગપુર (2012)માં ઇંગ્લેન્ડથી 4 રન પાછળ - બધી મેચ ડ્રો પર ખતમ થઈ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.