બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:07 AM, 24 November 2025
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. આ માટે BCCIએ ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયરને ઇજા થઈ હોવાને કારણે બંને ખેલાડીઓ આ સીરીઝમાંથી બહાર રહેશે. એવામાં બધાને રાહ જોઈને બેઠા હતા કે આ સીરીઝ માટે આખરે કોણ કોપ્ટન બનશે. એવા અહેવાલો પણ આવ્યા કે ટીમ સિલેક્શનમાં કેપ્ટનશિપના નિર્ણયને લીધે વિલંબ થઈ રહ્યો છે. દરમિયાન એવી અફવાઓ ફેલાઈ હતી કે છેલ્લી સીરીઝમાંથી કેપ્ટનના પદ પરથી દૂર કરવામાં આવેલા રોહિત શર્મા પાસે સિલેક્ટર્સ ફરીથી જઈ શકે છે. જો કે કેએલ રાહુલને ટીમની કેપ્ટનશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
🚨 NEWS 🚨#TeamIndia's squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
— BCCI (@BCCI) November 23, 2025
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
સાઉથ આફ્રિકા સામેની ODI સીરીઝમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. સિલેક્ટર્સે 23 નવેમ્બર રવિવારના રોજ ODI ટીમની જાહેરાત કરી. અગાઉ અહેવાલ મુજબ, શુભમન ગિલ અને શ્રેયસ ઐયર ઇજાને કારણે બહાર રહેશે. કેપ્ટન ગરદનની સમસ્યાને કારણે બહાર છે, જ્યારે શ્રેયસ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
ODI ટીમની પસંદગી પહેલા, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તર્ક લગાવી રહ્યા હતા કે સિલેક્ટર્સે સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવાનો વિચાર કર્યો હતો. કેપ્ટનશીપમાંથી દૂર કરાયેલા હિટ મેને આ જવાબદારી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જોકે, આ વાતમાં કોઈ સત્ય નથી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની પસંદગી સમિતિએ આવું કંઈ કર્યું નથી. કેપ્ટનશીપ માટે KL રાહુલ ટીમની પ્રાથમિક પસંદગી હતો. રોહિત શર્માના ચાહકો પોતાના મનથી આવી અફવાઓ ફેલાવી રહ્યા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: ગિલ નહીં, આ ખતરનાક બેટ્સમેન વનડેમાં બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર
ADVERTISEMENT
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રૂતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.