બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:01 PM, 14 August 2025
એશિયા કપની ટીમના એલાનની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે અને થોડા જ દિવસોમા ટીમની જાહેરાત થી જશે. તે વચ્ચે કેપ્ટન સૂર્યકુમાર યાદવનો ફિટનેસ રિપોર્ટ ક્યારે આવશે અને શું એશિયા કપ પહેલા ટીમનો કોઈ કેમ્પ લાગવાનો છે? આવા ઘણા સવાલોના જવાબ લોકો શોધી રહ્યા છે. ભારતની ટીમ માટે એક સારા સમાચાર એ છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપમાં પરત ફરવા માટે બધી રીતે તૈયાર છે. Rehabમાં રહેલા યાદવે બેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે હવે તે સાજો થવાના લાસ્ટ સ્ટેજમાં છે.
ADVERTISEMENT
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સૂર્યકુમાર યાદવની તબિયત સાર અઠવાડિયે સુધારા પર છે અને હવે સમય આવી ગયો છે કે તેઓ ફાસ્ટ બોલિંગની પ્રેક્ટિસ અને ફાસ્ટ દોડવાનું શરૂ આ અઠવાડિયાથી કરશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કેપ્ટન્સીની વાત કરી તો એશિયા કપ સુધી સૂર્યા 100% ફિટ થઈ જશે અને તે તેમની કેપ્ટન્સી સંભાળવા માટે તૈયાર થઈ જશે. અને કોચ અને ચીફ સિલેક્ટર પણ તેની સાથે સતત સંપર્કમાં છે. એવી માહિતી મળી રહી છે કે એશિયા કપની ટીમની જાહેરાત 20 ઓગસ્ટે થવાની સંભાવના છે.
એશિયા કપમાં સૂર્ય કુમાર હશે કેપ્ટન
ADVERTISEMENT

જે રીતે સૂર્ય કુમારની રિકવરીની પ્રોસેસ ચાલી રહી છે તે પરથી એ વાતની ગેરંટી લઈ શકાય કે તે એશિયા કપ સુધીમાં શારીરિક રીતે પૂરી રીતે ફિટ થઈ જશે અને સાથે મેચ રમવા માટે પણ ફિટ થવા માટે મુંબઈના અમુક લોકલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. સૂત્રોનું માની તો ફિટ થયા પછી સૂર્યા એ પણ જોવા માંગે છે કે હજુ સુધી ચાલી રહેલી તેમની રિકવરી બરાબર ચાલી રહી છે કે નહીં. તે એક પૂર્વયોજિત યોજના સાથે Rehab માં ગયા હતા અને તેમણે તે યોજનાનું સંપૂર્ણ રીતે પાલન કર્યું છે. સૂત્રોનું માનીએ તો અત્યારે બધુ ઠીક લાગી રહયું છે અને હજુ સુધી કોઈ સમસ્યા સામે આવી નથી, બધુ બરાબર ઠીક ચાલી રહયું છે. એશિયા કપ શરૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓકચો સમય બાકી છે ત્યારે ટીમના સિલેક્શનને પણ હવે માત્ર 6 દિવસની વાર છે. ત્યારે જરૂરી છે કે સૂર્યા આવનાર 7 દિવસોમાં સંપૂર્ણ રીતે ટ્રેનિંગ માટે પાછો આવી જય અને એક કેપ્ટન તરીકે તે inspire કરતાં રહે અને હે રીતે તેમણે સંજુ સેમસન સાથે વ્યવહાર કર્યો તે આનું એક ઉદાહરણ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'please, સમી કે સાથ રહીયે', હસીન જહાંના વાયરલ વીડિયો પર યુઝર્સે કર્યો કમેન્ટનો વરસાદ

ADVERTISEMENT
મિડલ ઓર્ડરના માસ્ટર છે સૂર્યા
એક T20 બેટરના રૂપમાં સૂર્યકુમારનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ભારતને તેના વ્હાઇટ બોલના રેકોર્ડને જાળવી રાખવા માટે તેમના ફોર્મની જરૂરત પડશે. વિશ્વ કપ બસ હવે થોડા મહિના જ દૂર છે એ માટે એશિયા કપ ફેબ્રુઆરી- માર્ચ 2026માં યોજાનારી ઘરેલુ ટુર્નામેન્ટ પહેલા ભારત માટે આ એક પૂર્વ અભ્યાસ હશે. એશિયા કપમાં તે ભારત માટે કયા નંબર પર બેટિંગ કરવા માટે આવશે તે વિષય દિલચસ્પ છે. જો કે સંભાવના છે કે તે મિડલ ઓર્ડરને સંભાળીને રાખવા માંગશે અને ચોથા નંબર પર બેટિંગ કરશે. આ રીતે તેઓ વચ્ચેની ઓવર પર કંટ્રોલપણ રાખી શકશે જે મોટા ભાગે T20 મેચમાં સમસ્યાનો વિષય હોય છે. અને તે ધ્યાન રાખશે કે રન રેટ જળવાઈ રહે. એ વાતમાં સહેજ પણ બેમત નથી કે સૂર્યકુમારનું ફિટ હોવું એ ભારતીય ટીમને જીતવા માટે પ્રબળ દાવેદાર બનાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.