બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'Please, શમી કે સાથ રહીયે', હસીન જહાંના વાયરલ વીડિયો પર યુઝર્સે કર્યો કમેન્ટનો વરસાદ
Last Updated: 03:33 PM, 14 August 2025
Hasin Jahan Viral Video : આપણી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વ્યક્તિગત જિંદગી ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે ચર્ચાનું કેન્દ્ર છે તેમની પૂર્વ પત્ની હસીન જહાં. વાસ્તવમાં હસીન જહાંએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે હવે આ વીડિયોને લોકો ધમકીભર્યા સ્વરૂપમાં જોવી રહ્યા છે. આ વીડિયોને લઈ હવે મોહમ્મદ શમીના ચાહકોએ પણ મનભરીને કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
હવે જાણીએ આ વીડિયોમાં એવું તે શું છે ?
હસીન જહાંના ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં તેઓ કહી રહ્યા છે કે, "મને કોઈ સામાન્ય છોકરી ન માનવી જોઈએ. લોકો પોતાની શૈલીથી આગ લગાવે છે, અને હું મારા શબ્દોથી." વિડીયો સાથે કેપ્શનમાં હસીન જહાંએ લખ્યું છે કે, "જો તમે બોલતા નથી તો કંઈ પણ બોલશે નહીં, અને જ્યારે તમે બોલો છો ત્યારે બીજી વ્યક્તિ મીડિયાને ખરીદે છે અને તેમને પોતાના તરફથી બોલવાનું કહે છે." જોકે હવે આ શબ્દો કોઈ બીજા માટે હોય એવું તો ન હોય એટલે કે, અહેવાલો મુજબ મેસેજ સ્પષ્ટ છે કે, તેનો ઇશારો સીધો મોહમ્મદ શમી તરફ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોહમ્મદ શમીના ચાહકોએ શું કહ્યું ?
આ તરફ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ મોહમ્મદ શમીના ચાહકો હસીન જહાં પર ગુસ્સે થઈ ગયા છે. ઘણા લોકોએ ટિપ્પણીઓમાં લખ્યું કે, તમે ભૂલથી તમારા પોતાના ઘરને આગ લગાવી દીધી છે, અને બીજાએ લખ્યું, તમે શમીના જીવનને બરબાદ કરી દીધું છે. કેટલાએ તો હસીન જહાંને 'આંટીજી' કહીને કહ્યુ કે, તમે છોકરી નથી. તમે શમીના પૈસે પર જીવી રહ્યા છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
દર મહિને મળે છે 4 લાખ રૂપિયું ભથ્થું
કોલકાતા હાઇકોર્ટના આદેશ મુજબ મોહમ્મદ શમી દર મહિને હસીન જહાંને રૂ. 4 લાખ આપે છે. જેમાંથી રૂ. 2.5 લાખ તેમની પુત્રી માટે અને રૂ. 1.5 લાખ હસીન જહાં માટે નક્કી કરાયેલું છે.જોકે હસીન જહાંએ આ રકમ ઓછી હોવાનું કહ્યું છે અને તેનો ભથ્થો વધારવા માટે 10 લાખ રૂપિયાની માંગણી પણ કરી છે. તેણીનું કહેવું છે કે, ઊંચા જીવનશૈલી અને ફુગાવાને લઈને હાલમાં મળતી રકમ પૂરતી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.