બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / કોણે કરાવી હતી અર્જુન તેંડુલકર-સાનિયા ચંડોકની મુલાકાત? નામ જાણીને હેરાની થશે, કહેશો-ખરુ કહેવાય!

મુંબઈ / કોણે કરાવી હતી અર્જુન તેંડુલકર-સાનિયા ચંડોકની મુલાકાત? નામ જાણીને હેરાની થશે, કહેશો-ખરુ કહેવાય!

Published By: Hiralal Parmar

Last Updated: 11:54 AM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુકલર તેની મંગેતર સાનિયા ચંડોકની પહેલી મુલાકાત કોણે કરાવી હતી? જે નામ સામે આવ્યું છે નવાઈ પમાડે તેવું છે.

ક્રિકેટના ગલિયારાઓમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. 25 વર્ષીય ઓલરાઉન્ડરે જે છોકરી સાથે સગાઈ કરી છે તે બીજું કોઈ નહીં પણ ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક છે. અર્જુન અને સાનિયાએ એક ખાનગી સમારોહમાં સગાઈ કરી પરંતુ હવે સવાલ એ છે કે અર્જુન તેંડુલકર-સાનિયા ચંડોકની પહેલી મુલાકાત કોણે કરાવી હતી? આ વ્યક્તિનું નામ પણ ચોંકાવી મૂકે તેવું છે.

સારાએ અર્જુન અને સાનિયાનો પરિચય કરાવ્યો

અર્જુન તેંડુલકરના પરિચિત પ્રિયાંશુ ગોયલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ ગઈ છે, જે સારા તેંડુલકરની બેસ્ટ ફ્રેન્ડ છે. આ જ પોસ્ટમાં તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે સારા એ વ્યક્તિ હતી જેણે પહેલી વાર અર્જુન અને સાનિયાનો પરિચય કરાવ્યો હતો.

સાનિયા ચંડોકની તસવીરો વાયરલ

સાનિયા ચાંડોકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી હોવા છતાં, કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં સારા અને સાનિયાને સાથે જોઈ શકાય છે. એટલું જ નહીં, સારા તેંડુલકરે સાનિયાની ઘણી પોસ્ટને પણ લાઈક કરી છે. સાનિયા લક્ઝરી પેટ સ્પાના સ્થાપક છે. સાનિયા ચંડોક હાલમાં આર્થિક રાજધાની મુંબઈમાં સ્થિત એક પ્રીમિયમ પેટ સલૂન, સ્પા અને સ્ટોર, મિસ્ટર પૉઝની સ્થાપક છે. આ દર્શાવે છે કે તે માત્ર સુંદર જ નથી પણ ખૂબ જ મહેનતુ પણ છે.

વધુ વાંચો : અકલ્પનીય! નાસામાં કામ કરતાં યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો, આખી દુનિયા ચકરાઈ ગઈ!

સાનિયા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક

સાનિયા ચંડોક લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતકની પદવી મેળવી છે. તે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. ઘાઈ પરિવાર ફાઇવ સ્ટાર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી જેવા વ્યવસાયોમાં સક્રિય છે એટલું જ નહીં, ગ્રેવિસ ગુડ ફૂડ્સ પણ ઘાઈ પરિવારનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

saaniya chandhok saaniya chandhok news arjun tendulkar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ