બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / 'મારો તેની સાથે કોઈ સંબંધ નથી...' અરશદ નદીમ સાથેની દોસ્તી પર નીરજ ચોપરાએ મૌન તોડ્યું

સ્પોર્ટ્સ / 'મારો તેની સાથે કોઈ સંબંધ નથી...' અરશદ નદીમ સાથેની દોસ્તી પર નીરજ ચોપરાએ મૌન તોડ્યું

Last Updated: 09:25 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીરજ ચોપડા વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ્સને લઈ તેને સ્પષ્ટતા કરવી પડી છે. તેને કહેવું પડ્યું છે કે, તે અને નદીમ અરશદ ક્યારેક ખાસ મિત્ર નથી રહ્યા.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સ્પષ્ટતા કરી છે કે તે અને અરશદ નદીમ ક્યારેય ખાસ મિત્રો રહ્યા નથી. નીરજે એમ પણ કહ્યું કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ હવે પહેલા જેવી નહીં રહે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નીરજ અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર અપમાનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે આ સ્ટાર પ્લેયરે NC ક્લાસિક ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનના અરશદ નદીમને આમંત્રણ આપ્યું હતું. પરંતુ બેંગલુરુમાં યોજાનારી આ ટુર્નામેન્ટ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગની પૂર્વસંધ્યાએ જ્યારે પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમ સાથેની તેમની મિત્રતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને સ્પષ્ટ જવાબ આપ્યો હતો. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ચોપરા 2021 માં ટોક્યો ઓલિમ્પિકમાં ચેમ્પિયન બન્યો હતો.

Vtv App Promotion 1

નીરજ ચોપરાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, 'સૌ પ્રથમ તો હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે મારો અરશદ નદીમ સાથે સંબંધ મજબૂત નથી. અમે ક્યારેય ગાઢ મિત્રો નથી રહ્યા. હવે ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવને કારણે અમારી વચ્ચેની વાતચીત પહેલા જેવી નહીં થાય. પણ જો કોઈ મારી સાથે આદરથી વાત કરે છે તો હું પણ તેની સાથે આદરથી વાત કરું છું.

નીરજે કહ્યું કે, 'ખેલાડી તરીકે આપણે અમારે વાતચીત કરવી પડશે. દુનિયાભરના ગેમ સમુદાયમાં મારા કેટલાક સારા મિત્રો છે, ફક્ત જેવલિન થ્રોમાં જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ. જો કોઈ મારી સાથે આદરપૂર્વક વાત કરે છે તો હું પણ તેની સાથે પૂરા આદરપૂર્વક વાત કરીશ. જેવલિન થ્રો એક નાનો સમુદાય છે અને દરેક વ્યક્તિ પોતાના દેશ માટે સ્પર્ધા કરી રહી છે તથા દરેક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ આપવા માંગે છે.'

પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરાએ અગાઉ કહ્યું હતું કે અરશદ નદીમને તેમના સન્માનમાં આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની અને તેમના પરિવારની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતી અપમાનજનક પોસ્ટ્સ કરવામાં આવી હતી તેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. નીરજ ચોપરાએ ત્યારે જ સ્પષ્ટતા કરી હતી કે એનસી ક્લાસિક માટેના આમંત્રણો પહેલગામ આતંકવાદી હુમલાના એક દિવસ પહેલા મોકલવામાં આવ્યા હતા.

વધુ વાંચો : ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી"

નીરજ ચોપરા વિશ્વભર અને ભારતના કેટલાક અન્ય સ્ટાર ખેલાડીઓ સાથે NC ક્લાસિકમાં હિસ્સો લેવાના હતા અને 24 મેના રોજ ટુર્નામેન્ટનું આયોજન પણ થવાનું હતું, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને કારણે તે મુલતવી રાખવામાં આવી છે. પોલેન્ડમાં યોજાનારી આ સ્પર્ધા નીરજ માટે સિઝનની ત્રીજી ટુર્નામેન્ટ હશે. નીરજ  16 મેના રોજ દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે, જ્યાં તેને 2023માં (88.67 મીટર) ટાઇટલ જીત્યું હતું અને 2024માં (88.36 મીટર) બીજા સ્થાને રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Javelin Thrower Neeraj Chopra Arshade Nadeem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ