ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય રમતના ઈતિહાસમાં પહેલી વાર એક મહિલા એથ્લીટને દેશનો સૌથી મોટો નાગરિક સન્માન પદ્મ વિભૂષણ આપવાની ભલામણ કરવામાં આવી છે. રમત મંત્રાલયે સતત છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમનું નામ આગળ કર્યું છે. મૈરી કોમને 2013માં પદ્મ ભૂષણ અને 2006માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.
.jpg)
ADVERTISEMENT
હાલમાં કોઈ રસપ્રદ વાત હોય તો તે એ છે કે રમત મંત્રાલય તરફથી કુલ 9 એથ્લીટના નામ મોકલવામાં આવ્યા છે. અને આ તમામ નામ દેશની દીકરીઓના છે. વર્લ્ડ ચેમ્પિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું નામ પદ્મ ભૂષણ માટે મોકલવામાં આવ્યું છે. જો દેશનું ત્રીજું સૌથી મોટું નાગરિક સન્માન છે. સિંધુનું નામ આ સન્માન માટે 2017માં મોકલવામાં આવ્યું હતું. પણ તે ફાઈનલમાં સ્થાન મેળવી શકી નહીં. તેને 2015માં પદ્મશ્રી મળ્યું હતું.
આ ખેલાડીઓના નામ મોકલવામાં આવ્યા
ADVERTISEMENT
મેરી કોમ અને પીવી સિંધુ સહિત 9 મહિલા ખેલાડીઓના નામ પદ્મશ્રી પ્રસ્તાવ માટે મોકલવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં કુશ્તી ખેલાડી વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ સ્ટાર મિનકા બત્રા, મહિલા ક્રિકેટ ટીમની ટી 20ની કપ્તાન હરમનપ્રીત કૌર, હોકી કેપ્ટન રાની રામપાલ, પૂર્વ શૂટર સુમા શિરૂર અને પર્વતારોહી ટ્વિન્સ બહેનો તાશી અને નુંગશી મલિકનો સમાવેશ કરાયો છે. પ્રસ્તાવિત નામોને ગૃહ મંત્રાલયના પદ્મ એવોર્ડ કમિટીને મોકલવામાં આવ્યા છે. એવોર્ડને માટે નક્કી કરાયેલા નામોની જાહેરાત ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એટલેકે 25 જાન્યુઆરી 2020ના રોજ કરવામાં આવશે.
શું છે પદ્મશ્રી પુરસ્કાર?
પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે. આ પુરસ્કાર દેશના માટે સૈનિક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે આપવામાં કરવામાં આવે છે. આ સિવાય અન્ય ગૌરવપ્રદ પુરસ્કારમાં પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સાથે ભારત રત્નની ગણતરી કરવામાં આવે છે.
ADVERTISEMENT
કોને મળી શકે છે પદ્મશ્રી પુરસ્કાર?
પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે. કલા, સમાજસેવા, લોકકાર્ય, વિજ્ઞાન, વ્યાપાર ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષા, રમત-ગમત સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં આ સન્માન આપવામાં આવે છે. આ સન્માન દર વર્ષે ૨૬ જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે માર્ચ - એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સન્માન સમારોહમાં આપવામાં આવે છે. ૧૯૫૪માં સૌપ્રથમ વખત પદ્મ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. એક વર્ષમાં ૧૨૦ વ્યક્તિઓને જ આ પુરસ્કારો આપવામાં આવે છે.

ADVERTISEMENT
આ ત્રણ પુરુષ ખેલાડીઓને મળ્યું છે પદ્મ વિભૂષણ
પદ્મ વિભૂષણ સન્માન હાલ સુધી 3 પુરુષ ખેલાડીઓને મળી ચૂક્યા છે. એક ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ (2007), અન્ય વ્યક્તિ ક્રિકેટર સચિન તેંડુલકર (2008), અને ત્રીજી વ્યક્તિ પર્વતારોહી સર એડમંડ હિલેરી (2008, મરણોપરાંત).

ADVERTISEMENT
છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બની મેરી કોમ
એપ્રિલ 2016માં બીજેપીની અનુશંસા પર રાજ્ય સભા સદસ્ય બનનારી 36 વર્ષની મેરી કોમ પોતાના અન્ય ઓલંપિક (2020 તોક્યો ગેમ્સ)માં ક્વોલિફાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. 2012માં લંડન ઓલમ્પિકમાં તે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. મણિપુરની મેરી કોમ છેલ્લા 48 કિલોગ્રામના રેકોર્ડમાં 6ઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
પહેલી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ
રિયો ઓલમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી સિંધુએ હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આવું કરનારી આ પહેલી ભારતીય ખેલાડી છે. તેઓએ જાપાનની નોજોમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવી હતી.
ફોટો સૌજન્ય - Twitter.com
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT