બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઝારખંડ હાઉસિંગ બોર્ડે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આપી નોટિસ, કારણ ચોંકાવનારું
Last Updated: 09:29 AM, 28 February 2026
Mahendra Singh Dhoni : મહેન્દ્ર સિંહ ધોનીને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઝારખંડમાં રહેણાંક પ્લોટના કથિત દુરુપયોગ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રાજ્ય હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે અધિકારીઓ ?
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, રાંચીમાં ધોનીને ફાળવવામાં આવેલ પ્લોટ રહેણાંક હેતુ માટે હતો. પરંતુ તપાસ દરમિયાન એવું સામે આવ્યું હોવાનો દાવો છે કે, મિલકતનો ઉપયોગ વ્યાપારી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે. જો આ આરોપો સાચા સાબિત થાય, તો પ્લોટની ફાળવણી રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
ADVERTISEMENT
આ તરફ બોર્ડના ચેરમેન સંજય લાલ પાસવાને જણાવ્યું કે, રહેણાંક માટે ફાળવાયેલી જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવો નિયમોના વિરુદ્ધ છે. તપાસમાં કેટલાક કથિત ઉલ્લંઘનો સામે આવ્યા બાદ ધોની સહિત અન્ય કેટલાક લોકોને સ્પષ્ટતા માંગતી નોટિસ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો : ન્યુઝીલેન્ડની હાર સાથે આવ્યો નવો વળાંક...પાકિસ્તાન માટે ખુલી ગયો સેમિફાઇનલનો રસ્તો
ADVERTISEMENT
માહિતી મુજબ હાર્મુ રોડ વિસ્તારની મિલકત અંગે ખાસ તપાસ ચાલી રહી છે. આરોપ છે કે, ત્યાંથી ડાયગ્નોસ્ટિક સેન્ટર જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ મુદ્દે હાઉસિંગ બોર્ડે ઔપચારિક તપાસ શરૂ કરી છે. આ વચ્ચે હાર્મુ રોડ પર ભાજપના રાજ્ય કાર્યાલય અંગે પણ રહેણાંક પ્લોટના વ્યાપારી ઉપયોગના આક્ષેપો સામે આવ્યા છે. બોર્ડે આ મામલે પણ નોટિસ પાઠવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, બંને કેસોની તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. જો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે, તો નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.