ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેમ આર. અશ્વિને IPLમાંથી લીધી નિવૃત્તિ? સામે આવ્યા 3 મોટા કારણો

ક્રિકેટ / કેમ આર. અશ્વિને IPLમાંથી લીધી નિવૃત્તિ? સામે આવ્યા 3 મોટા કારણો

Published By: Shilpa Parmar

Last Updated: 12:40 PM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાઈડ હેન્ડેડ ઓફ સ્પિન બોલર અને બેટ્સમેન આર.અશ્વિને આખરે કેમ IPLમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું? જાણો આર.અશ્વિનના રિટાયરમેન્ટ પાછળના 3 સૌથી મોટાં કારણો.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટર આર.અશ્વિને IPLમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય જાહેર કરી દીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ફેન્સને આ જાણકારી આપી હતી.

તેમના આ અચાનક લેવાયેલા નિર્ણય પાછળ ઘણા મોટાં કારણો સામે આવ્યા છે. ચાલો જાણીએ કે એવી તો શું પરિસ્થિતિઓ આવી હતી કે જેના કારણે અશ્વિને IPLને અલવિદા કહી દીધું?

IPL 2025માં નિષ્ફળ પ્રદર્શન

લાંબા સમય પછી આર.અશ્વિને IPL 2025માં ફરી એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે વાપસી કરી હતી. તેમાં તેમણે 9.75 કરોડ રૂપિયાની ભારે રકમથી ટીમમાં જોડવામાં આવ્યા હતા. પરંતુ આ સીઝનમાં તેમનું પર્ફોમન્સ કઈં ખાસ સારું રહ્યું ન હતું.

તેમણે કુલ 9 મેચ રમ્યા અને માત્ર 7 વિકેટ મેળવી શક્યા હતાં. સીઝનના અંતે તેમને ટીમમાંથી બહાર પણ કરી દેવામાં આવ્યા હતાં. તેમના માટે આ IPLનું સૌથી નિરાશાજનક સીઝન સાબિત થઈ. અશ્વિને સમજ્યું હશે કે હવે તેઓ પહેલાની જેમ IPLમાં પોતાનો દમદાર અંદાઝ દેખાડી શકશે નહીં. આ જ કારણસર તેમણે રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય કર્યો હશે.

વિદેશી T20 લીગ રમવા માટે

અશ્વિને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે IPL ક્રિકેટર તરીકે તેમનો અધ્યાય પૂરો થઈ ગયો છે, પરંતુ વિશ્વભરમાં યોજાતી અન્ય ક્રિકેટ લીગમાં તેઓ રમતા રહેશે. જો કોઈ ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL બંનેમાંથી નિવૃત્તિ લે છે, તો તેને અન્ય દેશની લીગમાં રમવાની છૂટ મળે છે. અશ્વિનનું મન પણ વિદેશી લીગમાં રમવાનું છે. આ જ કારણથી તેમણે IPLને અલવિદા કરવાનો નિર્ણય લીધો.

યુટ્યુબ પર આપી રહ્યા છે વધારે ધ્યાન

પાછલા એક વર્ષથી આર.અશ્વિન તેમનો વધારે પડતો સમય તેમની યુટ્યુબ ચેનલ પર આપી રહ્યા છે. તેઓ અંગ્રેજી સાથે હિન્દીમાં પણ ચેનલ ચલાવે છે, જ્યાં તેઓ ક્રિકેટને લઈને ચર્ચા કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેમનું ધ્યાન મોટા ભાગે સોશિયલ મીડિયા પર જ કેન્દ્રિત રહ્યું છે.

વધુ વાંચો: રિટાયરમેન્ટ બાદ શું કરશે આર. અશ્વિન? કર્યો મોટો ખુલાસો, ચાહકો બોલ્યાં, 'આવું કરશે'

IPL દરમિયાન પણ તેમના ચેનલ પર સતત વીડિયોઝ આવતા હતાં. એવું માનવામાં આવે છે કે આ જ તેમનો નિવૃત્તિ પછીનો પ્લાન છે અને હવે તેમણે સંપૂર્ણ ધ્યાન યુટ્યુબ તથા સોશિયલ મીડિયા પર કેન્દ્રિત કરવા માટે IPL છોડવાનો નિર્ણય કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

R ashwin Reason for Retirement R ashwin Ravichandran ashwin

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ