ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / રિટાયરમેન્ટ બાદ શું કરશે આર. અશ્વિન? કર્યો મોટો ખુલાસો, ચાહકો બોલ્યાં, 'આવું કરશે'

સ્પોર્ટ્સ / રિટાયરમેન્ટ બાદ શું કરશે આર. અશ્વિન? કર્યો મોટો ખુલાસો, ચાહકો બોલ્યાં, 'આવું કરશે'

Published By: Nidhi Panchal

Last Updated: 11:24 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રખ્યાત ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે IPLને અલવિદા કહી દીધું છે. લાંબી કારકિર્દી બાદ તેમણે બુધવાર, 27 ઑગસ્ટે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી.

ADVERTISEMENT

ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને અલવિદા કહી દીધું છે. બુધવાર, 27 ઓગસ્ટના રોજ તેમણે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી. અશ્વિને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું. હવે તેઓ ભારત માટે વ્યાવસાયિક ક્રિકેટ રમતા જોવા નહીં મળે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિશ્વની અન્ય T20 લીગોમાં રમવાનું ચાલુ રાખશે.

R-AShwin

અશ્વિને પોતાના ઑફિશિયલ X હેન્ડલ પર લખ્યું કે, "દરેક અંત એક નવી શરૂઆત છે. IPL ક્રિકેટર તરીકેનો મારો સમય આજે પૂર્ણ થયો છે, પરંતુ અન્ય લીગોમાં રમતના સંશોધક તરીકેનો મારો સમય હવે શરૂ થાય છે. વર્ષોથી મળેલા યાદગાર પળો અને તમામ ફ્રેન્ચાઇઝી ટીમો સાથેના સંબંધો માટે હું આભારી છું. IPL અને BCCIએ મને ઘણું આપ્યું છે અને હવે હું આગામી તબક્કા માટે ઉત્સાહિત છું."

કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા

ગયા સિઝનમાં અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમ્યા હતા. ચેન્નાઈએ IPL 2025 ની મેગા હરાજીમાં તેમને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. પરંતુ સીઝનમાં તેમનું પ્રદર્શન ખાસ સારું રહ્યું નહોતું. તેમણે કુલ 9 મેચ રમી અને ફક્ત 7 વિકેટ લીધી હતી. તેમનો ઇકોનોમી રેટ 9.12 રહ્યો. પરિણામે તેઓ પ્લેઇંગ 11માંથી પણ બહાર થઈ ગયા હતા.

app promo6

આ પણ વાંચો : એક-બે નહીં, 8 ભારતીય ક્રિકેટરોએ લીધો સંન્યાસ, દરેકના કારણ ચોંકાવનારા

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સીઝન નિરાશાજનક રહી હતી અને ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લે સ્થાને રહી હતી. તેવા સમયમાં અશ્વિન માત્ર છઠ્ઠા સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યા હતા. પર્પલ કેપની રેસમાં તેઓ 49મા ક્રમે હતા. એકંદરે IPLના ઈતિહાસમાં અશ્વિનનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. તેમણે કુલ 221 મેચ રમીને 187 વિકેટ ઝડપી છે અને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાંચમા ક્રમે છે. IPLની સફર પૂરી કર્યા પછી હવે અશ્વિન અન્ય લીગોમાં પોતાનું નવું અધ્યાય શરૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL retirement CSK R Ashwin

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ