બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એક-બે નહીં, 8 ભારતીય ક્રિકેટરોએ લીધો સંન્યાસ, દરેકના કારણ ચોંકાવનારા

સ્પોર્ટ્સ / એક-બે નહીં, 8 ભારતીય ક્રિકેટરોએ લીધો સંન્યાસ, દરેકના કારણ ચોંકાવનારા

Last Updated: 08:57 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાંથી સિનિયર ક્રિકેટર્સ એક બાદ એક નિવૃત્તિ લઈ રહ્યા છે. જેમાં ભારતના દિગ્ગજોના પણ નામ સામેલ છે. આ વર્ષે રોહિત અને કોહલી સહિત ભારતના કુલ 8 ખેલાડીઓએ નિવૃત્તિ લીધી છે. જેમાં અમુકે તો દબાણના કારણે નિવૃત્તિ લીધી છે.

ભારતીય ટીમ હાલમાં ટ્રાન્સફર્મેશનના દૌરમાં છે, ટીમના અનેક સિનિયર પ્લેયર વર્ષોથી જે જવાબદારીઓ સંભાળી રહ્યા હતા તે હવે યુવા ખેલાડીઓને સોંપવામાં આવી રહી છે. છેલ્લા 8 મહિનામાં, 8 ભારતીય ક્રિકેટરો નિવૃત્ત થયા છે, જેમાંથી કેટલાકે આપમેળે નિવૃત્તિ લીધી તો કેટલાકને નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. આ વર્ષે નિવૃત્તિ લેનારા પ્લેયર્સમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે.

  • રોહિત શર્મા
    રોહિત શર્માએ 2024 માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ વર્ષે 7 મેના રોજ, તેને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી. એવું માનવામાં આવે છે કે રોહિતને મેનેજમેન્ટના દબાણના કારણે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવી પડી હતી, તે લાંબા સમય સુધી ટેસ્ટમાં મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોહિતે 67 ટેસ્ટમાં 40.57 ની એવરેજથી 4301 રન બનાવ્યા હતા, જેમાં 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે.
  • વિરાટ કોહલી
    T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વિરાટ કોહલીએ પણ T20 માંથી નિવૃત્તિ લીધી હતી. રોહિતની જાહેરાતના 5 દિવસ બાદ, 12 મે 2025 ના રોજ, વિરાટ કોહલીએ પણ ટેસ્ટને અલવિદા કહ્યું. એવું માનવામાં આવે છે કે BCCI દ્વારા તેમને ઇંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ સિરીઝ રમવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોહલીએ તે પહેલાં જ નિવૃત્તિ લઈ લીધી. કોહલીએ 123 ટેસ્ટમાં લગભગ 47 ની એવરેજથી 9230 રન બનાવ્યા, જેમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે.
  • આર અશ્વિન
    અશ્વિને 18 ડિસેમ્બર 2024ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. અશ્વિને ગાબા ટેસ્ટ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. નિવૃત્તિનું કારણ વિદેશી પ્રવાસો પર સતત પસંદગી ન થવાનું પણ હતું. તેને કહ્યું હતું કે તે હવે પરિવારને વધુ સમય આપવા માંગે છે. અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ લીધી છે અને 3503 રન બનાવ્યા છે. તેને 116 ODI અને 65 T20 મેચ રમી છે.
  • ચેતેશ્વર પૂજારા
    ચેતેશ્વર પૂજારાએ પણ નિવૃત્તિ લીધી છે. તેને જેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યો હતો. પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. તેને 103 ટેસ્ટમાં લગભગ 44 ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. તેને ટેસ્ટમાં 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. આ સિવાય પૂજારાએ 5 વનડે પણ રમી હતી.
  • રિદ્ધિમાન સાહા
    રિદ્ધિમાન સાહાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની છેલ્લી ડોમેસ્ટિક મેચ રમી હતી, તે પહેલાં તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 40 વર્ષીય સાહાએ ભારત માટે 40 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 56 ઇનિંગ્સમાં 1353 રન બનાવ્યા હતા. આ સિવાય તેને 9 વનડે પણ રમી હતી.
  • પિયુષ ચાવલા
    પીયુષ ચાવલાએ જૂન 2025માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચાવલા આ વર્ષે આઈપીએલમાં પણ વેચાયો ન હતો. 36 વર્ષીય ચાવલાએ ભારત માટે 3 ટેસ્ટ, 25 વનડે અને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

વધુ વાંચો : એશિયા કપ પહેલા આ બેટ્સમેન પર મેચ ફિક્સિંગનો આરોપ, 5 વર્ષના પ્રતિબંધનો ખતરો!

  • આ 2 ભારતીય ખેલાડીઓ પણ 2025 માં થયા નિવૃત્ત

35 વર્ષીય વરુણ એરોને આ વર્ષે જાન્યુઆરીમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.  તેને ભારત માટે 9 ટેસ્ટ અને 9 ODI રમી હતી. જેમાં તેને અનુક્રમે 18 અને 11 વિકેટ લીધી છે. ઋષિ ધવન આ વર્ષે લિમિટેડ ઓવરના ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. તેને 2016 માં ભારત માટે 3 ODI અને 1 T20 મેચ રમી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Rohit Sharma Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ