ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાને નુકસાન! એ કઇ રીતે

Asia Cup 2025 / IND vs PAK: પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાને નુકસાન! એ કઇ રીતે

Published By: Shilpa Parmar

Last Updated: 02:33 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 : એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને જીત હાંસલ કરી છે. આ જીત છતાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે અને પોઈન્ટ્સ ટેબલમાં તેને નુકસાન સહન કરવું પડ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો?

ADVERTISEMENT

એશિયા કપ 2025માં ગઈ કાલે ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી છે. ગ્રુપ-A માં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEની ટીમો સામેલ છે. ટીમ ઈન્ડિયાએ પોતાના પહેલા બે મુકાબલામાં જીત મેળવીને કુલ 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર સ્થાન જાળવી રાખ્યું છે.

ટોપ પર હોવા છતાં નેટ રન રેટ મામલે ભારતના આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતે UAE સામે પાવરપ્લે દરમિયાન જ મેચ પૂરી કરી દીધી હતી, જેના કારણે ભારતનો NRR 10.483 સુધી પહોંચી ગયો હતો. પરંતુ પાકિસ્તાન સામે 128 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં પ્રાપ્ત કરતા હવે ટીમ ઈન્ડિયાનો NRR ઘટીને 4.793 થઈ ગયો છે.

પાકિસ્તાનને પણ નુકસાન

પાકિસ્તાનને ભારત સામે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તે ગ્રુપ-A ના પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. બે મુકાબલાઓ બાદ તેની પાસે માત્ર 2 પોઈન્ટ્સ છે. આ હારનો સીધો પ્રભાવ પાકિસ્તાનના નેટ રન રેટ પર પડ્યો છે. તેનું NRR પહેલાં 4.650 હતું, જે હવે ઘટીને માત્ર 1.649 થઈ ગયું છે.

બીજી તરફ ઓમાન અને UAEની ટીમો પોતાના શરૂઆતના મુકાબલા હારી ગઈ હોવાથી હજુ સુધી તેમને એકપણ પોઈન્ટ મળ્યો નથી.

ગ્રુપ-Bમાં અફઘાનિસ્તાન આગળ

ગ્રુપ-Bમાં અફઘાનિસ્તાનની ટીમ સૌથી આગળ છે. તેણે એક મેચ જીતીને 2 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તેનો નેટ રન રેટ 4.700 છે, જેના કારણે તે ટેબલમાં ટોચ પર છે. શ્રીલંકાએ પણ એક મેચ જીતી છે અને તેના પણ 2 પોઈન્ટ્સ છે, પરંતુ તેનું NRR 2.595 હોવાને કારણે તે બીજા ક્રમે છે.

બાંગ્લાદેશ અને હોંગ કોંગ પોતાની શરૂઆતની મેચ હારી ગયા હોવાથી હજુ સુધી તેમને કોઈ પોઈન્ટ મળ્યા નથી.

વધુ વાંચો : IND vs PAK: શું પાક. સાથે હાથ ન મિલાવવા પર ટીમ ઇન્ડિયાને દંડ થશે? જાણો નિયમ શું કહે છે

સુપર-4

ગ્રુપ-Aમાં ભારતની સતત બે જીતના કારણે તે સુપર-4ની નજીક પોંહચી ગયું છે. પાકિસ્તાનને આગળ વધવું હોય તો બાકી રહેલા મુકાબલાઓમાં જીત હાંસલ કરવી પડશે. બીજી તરફ ગ્રુપ-Bમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા હાલ મજબૂત દાવેદાર તરીકે દેખાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND VS PAK Asia Cup 2025 Points Table

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ