બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / આજે RCB vs KKR વચ્ચે કાંટે કી ટક્કર: ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ પ્રથમવાર મેદાનમાં ઉતરશે કોહલી, જાણો પ્લેઈંગ 11

IPL 2025 / આજે RCB vs KKR વચ્ચે કાંટે કી ટક્કર: ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ પ્રથમવાર મેદાનમાં ઉતરશે કોહલી, જાણો પ્લેઈંગ 11

Last Updated: 07:49 AM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ફરી શરૂ થઈ રહી છે, જેમાં આજે RCB અને KKR વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો યોજાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે એક અઠવાડિયા માટે લિગ મુલતવી રાખવામાં આવી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ફરી પાટા પર આવી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPLને થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે આ લીગ ફરીથી શરૂ થઈ રહી છે અને આજે, 17 મેના શનિવારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ભારે રોમાંચક મુકાબલો રમાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

IPL 2025 KKR

આ મેચમાં તમામ ચાહકોની નજર વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે IPL 2025માં પહેલીવાર મેદાનમાં ઉતરશે. ચાહકો ખાસ કરીને કોહલીના સન્માનમાં સફેદ જર્સી પહેરીને સ્ટેડિયમમાં જોવા મળી શકે છે. RCB માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ જીત સાથે તેઓ પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. હાલ RCB 11 મેચમાંથી 8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

RCB-vs-KKR

RCB માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન રજત પાટીદાર ઈજાથી પુરી રીતે ફિટ થઈ ગયો છે. ટીમમાં ફિલ સોલ્ટ, લુંગી ન્ગીડી, ટિમ ડેવિડ, લિયામ લિવિંગસ્ટોન અને રોમારિયો શેફર્ડ જેવા વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ છે. જોકે, ઝડપી બોલર જોશ હેઝલવુડની ગેરહાજરી ટીમ માટે થોડી ચિંતા જનક છે.

RCB-PK

બીજી તરફ, KKR માટે હાલની સિઝન સારી ગઈ નથી. 12 મેચમાં માત્ર 11 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જો તેઓ આ મેચ હારી જશે તો પ્લેઓફમાંથી બહાર થઈ જશે. KKRના કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવાન અંગક્રિશ રઘુવંશી સિવાય અન્ય બેટ્સમેન ખાસ પ્રભાવ છોડી શક્યા નથી. મોઈન અલી વાયરસ ફીવરની કારણે બહાર છે, જે ટીમ માટે મોટી ખોટ છે.

RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, લુંગી ન્ગીડી, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ.

Vtv App Promotion

આ પણ વાંચો : ટેસ્ટમાંથી સંન્યાસ બાદ વિરાટ કોહલીના પર્સનલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

ફેન્ટસી ટીમ માટે શ્રેષ્ઠ ખેલાડીઓ:

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, સુનીલ નારાયણ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, આન્દ્રે રસેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી. આજની મેચ IPL 2025ની દૃષ્ટિએ ખૂબ જ નિર્ણાયક બનવાની છે. કોહલીનું કમબેક, RCBનો મજબૂત સ્ક્વોડ અને KKR માટે "હવે નહીં તો ક્યારેય નહીં" જેવી સ્થિતિ – બધું જ આ મેચને વધુ રોમાંચક બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RCB vs KKR IPL 2025 Virat Kohli comeback
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ