બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટમાંથી સંન્યાસ બાદ વિરાટ કોહલીના પર્સનલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
Last Updated: 12:07 AM, 17 May 2025
વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને થોડા જ દિવસો થયા છે. 12 મેના રોજ, આ દિગ્ગજ ભારતીય બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાનું છે. આ માટે ટીમ પસંદગી પહેલા જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ છોડવાની ચોંકાવનારી જાહેરાત કરી હતી. કોહલીએ આ ફોર્મેટમાંથી 9270 રન બનાવીને નિવૃત્તિ લીધી. તેમણે 10,000 ટેસ્ટ રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યા પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે આ ફોર્મેટમાં ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
ADVERTISEMENT
Had marks been the sole factor, the entire nation wouldn't be rallying behind him now.
— Jitin Yadav (@Jitin_IAS) August 9, 2023
Passion and Dedication are the key. @imVkohli pic.twitter.com/aAmFxaghGf
ADVERTISEMENT
વિરાટ કોહલીની 10મા ધોરણની માર્કશીટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પણ 2025 નું ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું. બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ક્રિકેટર વિરાટ કોહલીની ધોરણ 10 ની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. વિરાટ કોહલીના 10મા ધોરણના માર્ક્સ જોઈને ચાહકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Virat kohli tenth marksheet #ViratKohli𓃵 pic.twitter.com/RWnOibsjRt
— Akkg (@MSD07VK18) May 16, 2025
ADVERTISEMENT
વિરાટ કોહલીની CBSE ધોરણ 10 ની માર્કશીટ દર્શાવે છે કે તેણે અંગ્રેજી, હિન્દી અને સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવ્યા છે, જ્યારે ગણિત, વિજ્ઞાન અને પ્રાથમિક IT માં તેના એવરેજ માર્ક્સ મળ્યા હતા. અંગ્રેજીમાં A1 ગ્રેડ અને સામાજિક વિજ્ઞાનમાં A2 ગ્રેડ મેળવ્યો. હિન્દીમાં પણ B1 ગ્રેડ મેળવ્યો. વિજ્ઞાન અને પ્રાથમિક IT માટે તેમને અનુક્રમે C1 અને C2 ગ્રેડ આપવામાં આવ્યા હતા. તેણે અંગ્રેજીમાં 83 માર્ક્સ મેળવીને ટોચનો સ્કોર મેળવ્યો. જ્યારે, તેને સામાજિક વિજ્ઞાનમાં 81 માર્ક્સ મળ્યા.
વધુ વાંચો : રોહિત અને કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી, હવે તેની સાથે આ વસ્તું પણ થઈ શકે રિટાયર
ADVERTISEMENT
વિરાટ કોહલીની આ માર્કશીટ 2023 માં વાયરલ થઈ હતી, જ્યારે તેને IAS અધિકારી જિતિન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, જો માર્ક્સ એકમાત્ર પરિબળ હોત, તો આખો દેશ હવે તેમની પાછળ ન હોત. જુસ્સો અને સમર્પણ જ ચાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.