બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: 48 રનથી ભારતે ઓસ્ટ્રેલિયાને બહારનો રસ્તો દેખાડી દીધો, સુંદરે બોલાવ્યો સપાટો
Last Updated: 05:29 PM, 6 November 2025
ભારતે ઓસ્ટ્રેલિયાને 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. એડમ ઝમ્પા અને નાથન એલિસે 3-3 વિકેટ લીધી હતી. ગિલ સિવાય અન્ય કોઈએ સારું પ્રદર્શન કર્યું ન હતું .
ADVERTISEMENT
અભિષેક શર્મા 21 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલે પણ 39 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબે 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 20 રન બનાવીને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક વર્મા પાંચ રન બનાવીને આઉટ થયો હતો, અને જીતેશ શર્મા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર પણ માત્ર 12 રન બનાવી શક્યા હતા. અર્શદીપ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. અંતે, અક્ષર પટેલે કેટલાક આક્રમક શોટ રમ્યા. તે 11 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ અને ઝામ્પાએ અન્ય વિકેટ લીધી, જ્યારે ઝેવિયર બાર્ટલેટ અને સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી.
વધુ વાંચો: સુરેશ રૈના-શિખર ધવન વિરૂદ્ધ EDની સૌથી મોટી કાર્યવાહી, મામલો કરોડોની પ્રોપર્ટીનો
ADVERTISEMENT
બંને ટીમોની પ્લેઈંગ 11
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, જોશ ફિલિપ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એડમ ઝમ્પા, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, બેન દ્વારશુઈસ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.