બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 15 વખત શૂન્ય પર આઉટ થશે તો પણ ટીમમાં રમશે, કેપ્ટને અભિષેક શર્માને આપ્યું લાઈસન્સ
Last Updated: 05:02 PM, 2 October 2025
એશિયા કપ 2025 માં પોતાની તાબડતોડ બેટિંગથી ટીમ ઈન્ડિયાની જીતના હીરો બનેલા અભિષેક શર્માએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. યુવા ઓપનરે કહ્યું કે જ્યારે તેઓ પહેલી વાર ટીમ ઈન્ડિયામાં જોડાયા, ત્યારે T20 કેપ્ટન સુર્યકુમાર યાદવે તેમને એક ખાસ છૂટ આપી હતી. અભિષેકે જણાવ્યું, સૂર્યાભૈયાએ મને કહ્યું કે તું 15 વાર પણ ઝીરો પર આઉટ થશે તો પણ 16મી મેચ જરૂર રમીશ. તારા પર મેનેજમેન્ટનો વિશ્વાસ છે અને તું ટીમનો મેન પ્લેયર છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બ્રેકફાસ્ટ વિથ ચૅમ્પિયન શોમાં વાત કરતા અભિષેકે જણાવ્યું કે બાંગ્લાદેશ સામેની સિરીઝમાં તેઓ સતત 3–4 ઇનિંગમાં ફેલ થયા હતા. ત્યારે સુર્યકુમારે આવી પ્રેરણા આપી હતી. અભિષેકના શબ્દોમાં મેં તો તેમને પૂછ્યું પણ કે પાજી, તમે સ્યોર છો ને? તો તેઓ બોલ્યા કે હા, તું નિર્ભય બનીને રમ. તારે જો નામ કમાવું છે તો કંઈક અલગ કરવું પડશે.
વધુ વાંચો : અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝના ડાંડિયા ડૂલ, 162 રનમાં ઓલઆઉટ, સિરાજ-બુમરાહે મચાવ્યો તરખાટ
ADVERTISEMENT
એશિયા કપ 2025માં અભિષેક શર્માએ 314 રન ફટકાર્યા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. તેમની આક્રમક બેટિંગે જ ભારતને નવમી વખત ખિતાબ અપાવ્યો. અભિષેક શર્માએ તાજેતરમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેઓ હવે T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં 931 રેટિંગ પોઈન્ટ સુધી પહોંચનાર દુનિયાના પ્રથમ બેટ્સમેન બની ગયા છે. કૅપ્ટન સુર્યકુમાર યાદવના વિશ્વાસે અભિષેક શર્માને માત્ર આત્મવિશ્વાસ જ આપ્યો નથી, પરંતુ તેમને નવા શિખરો સુધી પહોંચાડ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.