બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝના ડાંડિયા ડૂલ, 162 રનમાં ઓલઆઉટ, સિરાજ-બુમરાહે મચાવ્યો તરખાટ
Last Updated: 02:30 PM, 2 October 2025
સામાન્ય રીતે દશેરાએ ભારતનું ઘોડું દોડતું નથી પરંતુ આ વખતે દોડ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે કેરેબિયન ટીમ (વેસ્ટ ઈન્ડિઝ)ને 162 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફક્ત 162 રન જ બનાવી શકી હતી.
ADVERTISEMENT
If India really has to host a lower-ranked side, it makes little sense to play them in a 1.3 lakh capacity stadium like Ahmedabad. A half-empty ground kills the atmosphere and does no favors to Test cricket. Ahmedabad is perfect for big-ticket T20s or marquee clashes, not for… pic.twitter.com/MdHV426rhf
— Stumper (@TheStumpStory) October 2, 2025
ટીમ ઈન્ડિયાના બે બોલરોએ મચાવ્યો તરખાટ
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય બોલરોનો સામનો બે સેશન સુધી પણ કરી શક્યા નહોતા. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહ3 ૩ અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી. બુમરાહ અને સિરાજે એવો તરખાટ મચાવ્યો કે કેરેબિયન ટીમનો એક પણ બેટર 40 રનનો આંકડો વટાવી શક્યો નહોતો. એકમાત્ર જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ 32 રન બનાવ્યાં હતા આ રીતે આખી ટીમ 162માં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી ન રહી
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પહેલી ઇનિંગમાં સારી રહી ન હતી. વેસ્ટ ઈન્ડિઝને 12 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલ (0 રન) ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગમાં વિકેટકીપર ધ્રુવ જુરેલ દ્વારા કેચ આઉટ થયો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે બીજા ઓપનર જોન કેમ્પબેલ (8 રન) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ સિરાજે ભારે તબાહી મચાવી હતી અને બે વધુ વિકેટ લીધી હતી. લંચ પહેલા કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝને પાંચમો ઝટકો આપ્યો હતો અને શાઈ હોપે પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સુંદરે વેસ્ટ ઈન્ડિઝનો સાતમો ઝટકો આપ્યો હતો.
ADVERTISEMENT
કેપ્ટન તરીકે શુભમન ગિલ છઠ્ઠી વાર ટોસ હાર્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે એક અનિચ્છીય રેકોર્ડ કરી નાખ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર ટોસમાં નસીબ શોધી શક્યો નહીં અને તે છઠ્ઠી વાર ટોસ હારી ગયો. કેપ્ટન તરીકે શુભમન ગિલની આ છઠ્ઠી ટેસ્ટ છે. ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે અત્યાર સુધીની બધી છ ટેસ્ટ મેચમાં ટોસ હારી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે પાંચેય ટેસ્ટ મેચમાં ટોસ પણ હારી ગયો હતો અને હવે છઠ્ઠી વાર તે ટોસ હાર્યો છે. બેવન કોંગડન કેપ્ટનશીપની શરૂઆતમાં સતત મેચમાં ટોસ હારવાનો રેકોર્ડ ધરાવે છે. તે સાત મેચોમાં ટોસ હાર્યો હતો. બીજા ક્રમે શુભમન ગિલ અને ન્યૂઝીલેન્ડનો ટોમ લાથમ આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.