બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BIG BREAKING : સરકારી કર્મચારીઓને મોટી ગિફ્ટ! કેન્દ્ર સરકારે જાહેર કર્યું દિવાળી બોનસ, જાણો કેટલું?

રાહત / BIG BREAKING : સરકારી કર્મચારીઓને મોટી ગિફ્ટ! કેન્દ્ર સરકારે જાહેર કર્યું દિવાળી બોનસ, જાણો કેટલું?

Published By: Hiralal Parmar

Last Updated: 03:13 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ મળી છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે જે જાણીને કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

આખરે સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ આવ્યાં છે. કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસનું એલાન કર્યું છે. નાણા મંત્રાલયે સોમવારે એક આદેશ જારી કરીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગ્રુપ C અને નોન-ગેઝેટેડ ગ્રુપ B કર્મચારીઓને 2024-25 માટે 30 દિવસના પગાર જેટલું એડ-હોક બોનસ મળશે એટલે કે કર્મચારીઓને ₹6,908 જેટલું બોનસ મળશે.

કોને મળશે દિવાળી બોનસ

જોકે દિવાળી બોનસ માટેની એક મોટી શરત એવી છે કે આ બોનસ ફક્ત એવા કર્મચારીઓને જ મળશે જેઓ 31 માર્ચ, 2025 સુધી સેવામાં રહ્યા હતા અને જેમણે ઓછામાં ઓછા છ મહિના સતત કામ કર્યું છે. જો કોઈ કર્મચારીએ આખા વર્ષ માટે કામ કર્યું નથી, તો તેમને કામ કરેલા મહિનાઓની સંખ્યાના આધારે બોનસ મળશે.

વધુ વાંચો : 'સૂર્યકુમાર યાદવે ખાનગીમાં મારી સાથે...પાક. કેપ્ટન સલમાન આગાએ લગાવી દીધો હળહળતો આરોપ

કોણ પાત્ર રહેશે?

  1. જે કર્મચારીઓએ આખું વર્ષ સેવા આપી હતી તેમને 6,908 નું બોનસ મળશે
  2. જે કર્મચારીઓએ આખું વર્ષ કામ નથી કર્યું તેમને પ્રમાણસર બોનસ મળશે
  3. સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળો: કેન્દ્રીય અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને પણ મળશે બોનસ
  4. કેઝ્યુઅલ કર્મચારીઓ માટે બોનસની રકમ ₹1,184 નક્કી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali bonus central government employees Diwali bonus news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ